ભાસ્કર રિયાલિટી ચેક:કોરોનાના કેસ વધવા છતાં જાહેર સ્થળોમાં સેનેટાઇઝર અને ટેમ્પરેચર ચેક નથી થતું

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સિટી ભાસ્કરે કર્યો રિયાલિટી ચેક

શહેર અને રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના લીધે હવે લોકોમાં ત્રીજી લહેરનો પણ ભય સેવાઈ રહ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જે પ્રકારે લોકો સેનેટાઈઝર અને ટેમ્પરેચર ચેક કરાવવા પર ભાર આપી રહ્યાં હતા. તેજ બાબતને હવે તેઓ ભૂલી ગયા હોય તેમ જણાય છે. ઘણાં જાહેર સ્થળો પર હવે સેનેટાઇઝર અને ટેમ્પરેચર ચેકનો ઉપયોગ બંધ થઈ ગયો હોય તેમ જણાઈ રહ્યું છે.

BRTS ટિકિટ બારી પર પૂછપરછ કરતા જાણવા મળ્યું કે 20 દિવસ સુધી સેનેટાઈઝરની બોટલ ખાલી જ નથી થતી
બીઆરટીએસમાં આવતા પેસેન્જરોને ટિકિટ આપતા પહેલા સેનેટાઈઝર આપી તેમનું ટેમ્પરેચર ચેક કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ તે નિયમનું પાલન નહીંવત થઈ રહ્યું છે. એક બીઆરટીએસ સ્ટેશન પર પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ત્યાં પેસેન્જરોની ભારે અવર-જવર હોવા છતાં સેનેટાઈઝરની બોટલ 20 દિવસ સુધી ખાલી નથી થતી. તેમજ કોઈનું પણ ટેમ્પરેચર ચેક કરવામાં નથી આવતંુ.

એસ. ટી. સ્ટેન્ડ પર હજારો લોકોની અવર-જવર હોવા છતાં કોઈ પણ પ્રકારના સેફ્ટી પ્રિકોશન્સ લેવાતા નથી
એસ.ટી. સ્ટેન્ડ પર રોજ હજારો લોકોની અવર-જવર થાય છે જેમાં રાજ્યના દરેક શહેરનાં લોકોનો સમાવેશ થાય છે. પણ આટલા લોકોની અવર-જવર હોવા છતાં અહીં કોઈ પણ પ્રકારનાં સેફ્ટી પ્રિકોશન્સ લેવામાં નથી આવતા. આ એવી જગ્યા છે જ્યાં કોરોના ફેલાવવાનો ભય સૌથી વધારે રહે છે તેમ છતાં તંત્ર પોતાના સરઘસી કાર્યક્રમોમાં વ્યસ્ત છે.

AMTSના મુસાફરો માટે કોઈ SOP નથી
એએમટીએસ બસ સ્ટોપ પર આવતા મુસાફરો માટે સ્ટેન્ડ પર ઉભા રહેવાની પણ સારી સગવડતા નથી હોતી ત્યાં તેમનું ટેમ્પરેચર ચેક કે પછી હેન્ડ સેનેટાઈઝ કરાવવાની વાત તો દૂર રહી.

સેનેટાઈઝર કે ટેમ્પરેચર ચેકની રિવરફ્રન્ટ પર કોઈ વ્યવસ્થા નથી
રિવરફ્ર્ન્ટ પર ફક્ત વેક્સિનના ડોઝ લીધા કે નહીં તેનું સર્ટિફિકેટ માગવામાં આવે છે પણ પ્રવેશ કરનારનંુ ટેમ્પરેચર ચેક કે તેને હેન્ડ સેનિટાઇઝર કરાવવામાં નથી આવતા.

કાંકરિયામાં એન્ટ્રી લેતી વખતે માત્ર ટિકિટ ચેક કરવામાં આવે છે
કાંકરિયામાં એન્ટ્રી લેતી વખતે ટિકિટ જરૂરી છે વેક્સિન સર્ટિફિકેટ નહીં. ત્યાં ટેમ્પરેચર ચેક નથી થતું અને સેનેટાઈઝરની બોટલ તો સાઈડમાં પડેલી જ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...