SOGની રેડ:પ્રતિબંધ છતાં ચાંદખેડા અને ઈસનપુરમાંથી ચાઈનીઝ દોરીના 45 રીલ સાથે 3 પકડાયા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળામાંથી પણ SOGની ટીમે રેડ પાડી 19 રીલ કબજે કર્યા

ચાંદખેડા વિસત ચાર રસ્તાથી થોડે આગળ ડી માર્ટની સામે એક યુવાન ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાં થેલો લઈને આવેલા એક યુવાનને પોલીસે રોકીને થેલાની તલાસી લેતા તેમાંથી ચાઈનીઝ દોરીના 30 રીલ(કિંમત રૂ.4500) ના મળી આવ્યા હતા. આ સાથે પોલીસે વિશ્વદીપસિંહ જાડેજા (તુલસી પાર્ક સોસાયટી, નાના ચિલોડા) ને ઝડપી લીધો હતો. વિશ્વદીપસિંહ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત ઈસનપુર નરસિંહજી મંદિર ત્રણ રસ્તા પાસેથી પોલીસે ચાઈનીઝ દોરીના 15 રીલ(કિંમત રૂ.3000) સાથે આફ્રીદીન દોબી(24) અને જીશાન ઉર્ફે કોઠી ફારુકભાઈ મેમણ(19)(બંને રહે. દાણીલીમડા) ને ઝડપી લીધા હતા. આ બંને ચાઈનીઝ દોરી ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા એસઓજીની ટીમે બાવળામાં રહેતા કાળુભાઈ પગીને બાવળા સ્ટેશન રોડ પરથી ચાઈનીઝ દોરીના 19 રીલ કિંમત 9,500 સાથે પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...