વ્યાજ માફી યોજના:પ્રોપર્ટી ટેક્સના વ્યાજ પર 75 ટકા માફી છતાં કોઈ ટેક્સ ભરતું નથી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 મહિનામાં માંડ 19 હજાર લોકોએ ટેક્સ ચૂકવ્યો
  • 75 દિવસની​​​​​​​ યોજનાને પૂરી થવામાં 45 દિવસ બાકી

શહેરમાં બાકી પ્રોપર્ટી ટેક્સ પર 75 દિવસ સુધી 75 ટકા વ્યાજ માફીની મ્યુનિ.યોજનાના એક મહિના બાદ 19 હજાર લોકોએ તેનો લાભ લીધો છે, જેનાથી મ્યુનિ.ને રૂ.24.92 કરોડની આવક થઇ છે. મ્યુનિ.એ ટેક્સમાં રાહત માટે લાગુ કરેલી યોજનામાં ઓગસ્ટમાં રૂ.18.12 કરોડ અને 9 સપ્ટેમ્બર સુધી 9.46 કરોડની આવક થઇ છે. જોકે 75 ટકા વ્યાજ માફી યોજનાનો લાભ લેનાર 19342 લોકોએ 24.92 કરોડની રકમ ભરતાં તેમને પણ રૂ.5.85 કરોડનો લાભ મળ્યો હતો. મ્યુનિ.એ 75 દિવસ ચાલનારી આ યોજનાના 30 દિવસ પૂર્ણ થયા છે, હવે 45 દિવસ આ યોજના ચાલુ છે.

મ્યુનિ.એ અગાઉ ટેક્સ ચૂકવનાર નાગરિકોને આપેલી રાહતમાં એપ્રિલમાં 136.31 કરોડ, મેમાં 304.99 કરોડ, જૂનમાં 66.46 કરોડ, જુલાઇમાં 37.62 કરોડ, ઓગસ્ટમાં 18.12 કરોડ અને 9મી સપ્ટેમ્બર સુધીમાં 9.46 કરોડ ટેક્સ ચૂકવ્યો છે. મ્યુનિ.ને ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સ પેટે રુ. 572.96 કરોડની આવક થઇ, જે ગત વર્ષના સમયગાળા કરતાં 47 ટકા વધારે છે.

જ્યારે પ્રોફેશનલ ટેક્સમાં 81.08 કરોડની આવક થઇ, જે ગત વર્ષ કરતાં 42 ટકા વધારે છે. વ્હિકલ ટેક્સમાં મ્યુનિ.ને 76.24 કરોડની આવક થઇ, જે ગત વર્ષ કરતાં 58 ટકા વધારે છે. મ્યુનિ.ને ટેક્સ પેટે કુલ રૂ.730.28 કરોડની આવક થઇ, જે ગત વર્ષ કરતાં 47 ટકા વધારે છે.

અન્ય સમાચારો પણ છે...