AMCની કામગીરી:ઓક્ટ્રોય પેટે 15 હજાર કરોડ સરકાર પાસે લેણા છતાં ગટર, પાણી, રોડ માટે હવે 200 કરોડના બોન્ડ બહાર પાડશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

મ્યુનિ.એ રોડ, પાણી, ડ્રેનેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી માળખાકીય સુવિધાના કામો માટે રૂ.200 કરોડના બોન્ડ બહાર પાડવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મુકી છે. મ્યુનિ.એ રાજ્ય સરકાર પાસેથી ઓક્ટ્રોય પેટે રૂ.15 હજાર કરોડથી વધારે લેણા નીકળે છે ત્યારે વધુ 200 કરોડના બોન્ડની દરખાસ્ત કરી છે. આ માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીમાં નાણાં વિભાગ દ્વારા દરખાસ્ત રજૂ કરાઈ છે. જે માટે સેબીમાં સહિ કરવા મેમોરેન્ડમ ઓફ ઇન્ફર્મેશન અને બોન્ડ ઇશ્યુ લેટરમાં સહિ કરવા તથા ક્રેડીટ રેટિંગ એજન્સી, લીગલ એડવાઇઝર, રજિસ્ટ્રાર વિગેરેની નિમણૂક કરવા માટે પરવાનગી માગી છે. તે સિવાય એનએસઇ, બીએસઇમાં લિસ્ટિંગ અંગેની તમામ કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનરને તથા ઇન્વેસ્ટર ગ્રીવન્સીસ બાબતે, ડે. મ્યુનિ. કમિશનર અને ચીફ એકાઉન્ટન્ટને પાવર આપવા માટે દરખાસ્ત કરાઇ છે.

2019માં 200 કરોડના બોન્ડ બહાર પડાયા હતા
મ્યુનિ. દ્વારા 2019માં પણ 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. તે સમયે મ્યુનિ.નું રેટિંગ વધારે હતું. ફરી એક વખત મ્યુનિ. દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આ‌વ્યા છે. નોંધનીય છેકે, 2019માં બહાર પાડેલા બોન્ડની રકમ આગામી 2024માં મ્યુનિ.એ ચુકવવાની છે.

ધીરજની કસોટી - પ્રેમ પ્રકરણ, ઘર કંકાસ, નશાની લત જેવાં કારણો હત્યામાં પરિણમ્યાં
​​​​​​​
​​​​​​​ક્રૂરતા -નશાના બંધાણી પુત્રના પિતાએ ટુકડા કર્યા
નશાનો બંધાણી પુત્ર સ્વયમ પૈસા માટે ઝઘડો કરતાં ભુદરપુરાની સુનિતા સોસાયટીમાં રહેતા એસટીના નિવૃત્ત અધિકારી પિતાએ જ પુત્રની હત્યા કરી શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને આ ટુકડા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફેંકી દીધા હતા.

ક્રૂરતા - નશાના બંધાણી પુત્રના પિતાએ ટુકડા કર્યા
નશાનો બંધાણી પુત્ર સ્વયમ પૈસા માટે ઝઘડો કરતાં ભુદરપુરાની સુનિતા સોસાયટીમાં રહેતા એસટીના નિવૃત્ત અધિકારી પિતાએ જ પુત્રની હત્યા કરી શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને આ ટુકડા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફેંકી દીધા હતા.

કંકાસ - રોજના ઝઘડાથી કંટાળી પતિની સોપારી આપી
ઘરકંકાસમાં રૂપલબહેન નામની મહિલાએ એક પરિચિતને રૂ.4 લાખની સોપારી આપી પતિ શાંતિલાલની હત્યા કરાવી હતી. સીએન વિદ્યાલય પાસે પાર્ક કરેલી રિક્ષામાં બેઠેલા શાંતિલાલને છરીના ઘા મારીને પતાવી દીધા પછી આરોપી ભાગી છૂટ્યા હતા.

આવેશ - પુત્રને મારનારા પતિને પત્નીએ પતાવી દીધો
ચાંદલોડિયામાં વિજયસિંહ નામની વ્યક્તિએ ટીવી જોવા બાબતે પુત્રને માર્યો હતો. નોકરીમાંથી સસ્પેન્ડ થયા પછી તેઓ ઘરમાં છાશવારે ઝઘડા કરતા હતા. આખરે તંગ આવી ગયેલી પત્ની દિપમાલાબહેને પતિને છાતીમાં ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી.

ક્રોધ - નાની વાતમાં સગી બહેનની છરી મારી હત્યા
રામોલમાં મદનસિંગ નામની વ્યક્તિએ સગી બહેન પર છરીથી હુમલો કર્યો હતો. બચાવવા માટે વચ્ચે પડેલા ભાણિયા તેમજ સગા પિતાને પણ છરીના ઘા મારી દીધા હતા. હુમલામાં મદનસિંગની બહેનનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...