ક્રેડિટ કાર્ડના રૂપિયાની ઉઘરાણી કરનારે બાકીનો હપ્તો ભરીને વ્યાજની પઠાણી ઉઘરાણી રૂ.15 લાખ ના આપ્યા હોવા છતાં 4 કોરા ચેક લઇ ધમકી આપી નોટરી પાસે નોટરાઇજ કરાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો હોવાનો કિસ્સો ચાંદખેડા પોલીસમાં નોંધાયો.
ચાંદખેડા લેવા વાસમાં રહેતા 50 વર્ષીય ભરતભાઇ પંચાલ પરિવાર સાથે રહે છે. તેમણે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર દિનેશ રબારી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ભરત પંચાલ દોઢ વર્ષ અગાઉ આર.બી.એલ. બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તેના પૈસાની ઉઘરાણી કરવા દિનેશ રબારી આવતા હતાં. જેના કારણે ભરતભાઇને દિનેશ સાથે ઓળખાણ થઇ ગઇ હતી.
એક વાર ભરતભાઇ પાસે ક્રેડિટ કાર્ડના પૈસાની ઉઘરાણી કરવા દિનેશભાઇ ગયા હતાં. એ વખતે ભરતભાઇ પાસે પૈસા નહી હોવાથી થોડા દિવસમાં પૈસા આપી દેવાનું કહ્યું હતું. દિનેશ રબારીએ ભરત પંચાલની જાણ બહાર ક્રેડીટ કાર્ડના પૈસા ભરી દીધા હતાં. અને ભરતભાઇને કહેલું કે, મે તમારા પૈસા ભર્યા છે એ પેટે રૂ.1 હજાર વ્યાજ પેટે આપવા પડશે. જો વ્યાજ જેમ લેટ કરશો તેમ તેમ રૂ.રૂ.1 હજાર વધતા રહેશે. આ વાત સાંભળી ભરતભાઇ ચોંકી ગયેલા અને દિનેશને કહેલું કે, મે તમને પૈસા ભરવાનું કહ્યુ નથી શેના માટે વ્યાજ આપવાનું. દિનેશે વ્યાજની ઉઘરાણી કરવા ઘરે આવવાનું કહેતા ભરતભાઇ ગભરાઇ જઇને વ્યાજ આપવા તૈયાર થયા હતાં.
દિનેશ રબારી રોજબરોજ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ભરતભાઇને હેરાન કરતો હતો. મે 2022 ના રોજ દિનેશ રબારીએ ભરત પંચાલની પાસે જઇને રૂ.15 લાખ લેવાના નિકળે છે. આ વાત સાંભળી ભરત પંચાલે કહેલુ કે મે રૂપિયા લીધા નથી તો શેના આપું. ક્રેડિટ કાડર્ના બીલ રૂપિયા ચુકવેલ છેતેની ઉપરના વ્યાજ સહિત આ રકમ થતી હોવાનું દિનેશ રબારીએ કહ્યું હતું. અને જો રૂપિયા નહીં આપે તો સોસાયટીની વચ્ચે રૂપિયાની માંગણી કરવાની ધમકી આપતા ભરતભાઇ ધમકીને વશ થઇને રૂપિયા આપવા તૈયાર થયા હતાં. કંટાળી ગયેલા ભરત પંચાલે અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.