તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:રાત્રિ કર્ફ્યૂ છતાં સેટેલાઇટ, વસ્ત્રાપુરમાં ફરવા નીકળેલા લોકોની 50 કાર જપ્ત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિવરંજની ચાર રસ્તા પર પોલીસે લોકોને રોકતા ટ્રાફિક જામ સર્જાયો હતો.
  • પશ્ચિમ વિસ્તારોમાં બુધવારે રાત્રે પોલીસનો સપાટો, તમામ કારચાલક સામે ગુનો

પશ્ચિમ અમદાવાદમાં રાતે 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો મોટી સંખ્યામાં ફરવા નીકળી પડ્યા હતા. જોકે પોલીસે બુધવારે રાત્રે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ ઉપર સપાટો બોલાવીને અડધો જ કલાકમાં 50 કાર ડિટેઇન કરી હતી. આ અંગે વસ્ત્રાપુર , સેટેલાઈટ અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

એસજી હાઈવે પર 30, સિંધુભવન રોડ પર 14 અને સેટેલાઇટમાં 6 કાર જપ્ત
કોરોનાની મહામારીના કારણે અમદાવાદમાંથી લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે, પરંતુ રાતે 9 વાગ્યા થી સવારના 8 વાગ્યા સુધી તો ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં પશ્ચિમ અમદાવાદમાં લોકો મોટી સંખ્યામાં ફરવા માટે નીકળી પડયા હતા. 

જોકે એસજી હાઈવે અને સિંધુભવન રોડ ઉપર બુધવારે રાતે 9 વાગ્યા પછી પણ મોટી સંખ્યામાં લોકો ફરતા હોવાથી પોલીસે સપાટો બોલાવ્યો હતો, જેમાં સોલા હાઈકોર્ટ પોલીસે એસજી હાઈવે પરથી 30, વસ્ત્રાપુર પોલીસે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પરથી 14 અને સેલેટાઈટ પોલીસે એસજી હાઈવે પરતી 6 મળીને પોલીસે 50 કાર ડિટેઈન કરી લીધી હતી. આટલું જ નહીં તમામ કાર ચાલક અને કારમાં સવાર લોકો સામે પોલીસે 50 ગુના નોંધ્યા હતા. 

માલેતુજાર પરિવારની મહિલાઓને છોડાવવા પોલીસ પર ભારે દબાણ કરાયું
સિંધુ ભવન રોડ ઉપર વસ્ત્રાપુર પોલીસ 2 દિવસથી 9 વાગ્યા પછી નીકળનારા લોકો સામે કેસો કરી રહી છે. જે અનુસાર 2 દિવસમાં રાતે 9 વાગ્યા પછી જુદી જુદી કારમાં ફરવા નીકળેલી 6 માતા અને 6 દીકરી વિરુદ્ધ પોલીસે ગુના નોંધ્યા છે. જોકે કાર લઇને નીકળનારી આ માલેતુજાર પરિવારની મહિલાઓને છોડાવવા માટે પોલીસ ઉપર બહુ જ ભલામણો આવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો