• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Despite Having 50 Per Cent Women Corporators In AMC, The Councilor Room Has Been Made Smaller, AC Has Been Removed And Used In Other Offices.

બેઠક રૂમ નાનો કરાયો:AMCમાં 50 ટકા મહિલા કોર્પોરેટર હોવા છતાં કાઉન્સિલર રૂમ નાનો બનાવી દીધો, AC કાઢીને અન્ય ઓફિસમાં ઉપયોગમાં લીઘું

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા કોર્પોરેટરો અહીં બેસવા આવતાં જ નથી - Divya Bhaskar
નવા કોર્પોરેટરો અહીં બેસવા આવતાં જ નથી
  • 192માંથી 50 ટકા મહિલાઓ હોવા છતાં પણ આ રૂમનો કોઈ જ ઉપયોગ થતો નથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગો અને શાસક પક્ષ- વિપક્ષને અલગ-અલગ ચેમ્બરો અને રૂમ ફાળવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા કાઉન્સિલરોમાં 96 મહિલા કાઉન્સિલરો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય બિલ્ડિંગમાં મહિલા કાઉન્સિલરોને બેસવા માટે અલગથી મહિલા કાઉન્સિલર કક્ષ બનાવવામાં આવ્યો છે. જો કે નવી ટર્મના કાઉન્સિરો દ્વારા આ રૂમનો ખાસ ઉપયોગ જ કરવામાં આવતો નથી. જેના કારણે રૂમને નાનો બનાવી અને એસી પણ કાઢી લેવાયું છે.

મહિલા કાઉન્સિલરો માટે અલગથી મહિલા રૂમ આવ્યો
ભાજપ-કોંગ્રેસ તેમજ AIMIMના કેટલાક મહિલા કાઉન્સિલરોએ આ રૂમ પણ જોયો નથી.96 કાઉન્સિલરો મહિલા હોવા છતાં રૂમનો ઉપયોગ કરવામાં આવતો નથી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બિલ્ડીંગમાં ત્રીજા માળે મહિલા કાઉન્સિલરો માટે અલગથી મહિલા રૂમ બનાવવામાં આવ્યો છે. આ મહિલા કાઉન્સિલર રૂમની હાલત અંગે જ્યારે દિવ્યભાસ્કરે તપાસ કરી ત્યારે રૂમમાં માત્ર બે પંખા ચાલુ હતા.

મહિલા કાઉન્સિલરોએ આ રૂમ જોયો જ નથી
કોર્પોરેશનના સૂત્રો મુજબ બહુ જ ઓછા મહિલા કાઉન્સિલરો બેસવા માટે આવે છે. 192માંથી 50 ટકા મહિલાઓ હોવા છતાં પણ આ રૂમનો કોઈ જ ઉપયોગ થતો નથી. મહિલા કાઉન્સિલરોએ આ રૂમ જોયો જ નથી અને કોઈ બેસવા નહીં આવતાં હોવાથી AC કાઢીને બાજુમાં આવેલી જગ્યામાં ઉપયોગમાં લઈ લીધું હતું. કાઉન્સિલરો દ્વારા ઉપયોગ ન કરવામાં આવતો હોવાથી રૂમને નાનો પણ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...