વિવાદ:FRCએ અમદાવાદની 2 સ્કૂલો સામે ફી વધારા માટે તપાસ કરવાનું કહેવા છતાં DEO કચેરીએ 22 દિવસ સુધી તપાસ ના કરી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • વાલી મંડળે અમદાવાદની બે સ્કૂલો સામે ફરિયાદ કરી હતી
  • 10 દિવસમાં તપાસ કરી 10 જ દિવસમાં રીપોર્ટ જમા કરાવવાનો હતો

અમદાવાદની બે સ્કૂલો સામે ફરિયાદ થઈ હતી. આ ફરિયાદમાં એક સ્કૂલે ફી વધુ લીધી હોવાની ફરિયાદ હતી. જ્યારે બીજી સ્કૂલે ગત વર્ષની 25 ટકા ફી માફી ના કરી હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મામલે FRCએ અમદાવાદ DEO કચેરીને સ્કુલ સામે 10 દિવસમાં તપાસ કરીને રીપોર્ટ આપવા જણાવ્યું હતું. પરંતુ આજે 22 દિવસ પૂર્ણ થયા હોવા છતાં DEO કચેરીએ તપાસ પૂર્ણ કરી નથી.

વાલી મંડળે બે સ્કૂલો સામે ફરિયાદ કરી હતી
વાલી મંડળે વાડજની સ્વસ્તિક સ્કુલે FRCએ નક્કી કરેલ ફી કરતા વધુ ફી લીધી હોવાની અને સેટેલાઈટની ધ આર એચ કાપડિયા સ્કુલે ગત વર્ષે 25 ટકા ફી માફી આપી નહોતી તેની ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે FRC અમદાવાદ જીલ્લા શિક્ષણાધીકારીને આ મામલે તપાસ કરવા આદેશ કર્યો હતો. ફરિયાદમાં હકીકત હોય કે ના હોય પરંતુ 10 જ દિવસમાં તપાસ કરીને રીપોર્ટ 10 જ દિવસમાં FRCને આપવા જણાવ્યું હતું.

10 દિવસમાં તપાસ પૂરી કરીને રીપોર્ટ સોપવાનો હતો
FRCએ 15 સપ્ટેમ્બરે જીલ્લા શિક્ષણાધીકારીને તપાસ સોપી હતી. જેના 10 દિવસમાં તપાસ પૂરી કરીને રીપોર્ટ સોપવાનો હતો. પરંતુ આજે 22 દિવસ પુરા થયા છતાં DEO કચેરીથી તપાસ પૂરી કરવામાં આવી નથી. DEO કચેરીએ જણાવ્યા મુજબ અગાઉ શિક્ષણ બોર્ડના ઇલેકશનની કામગીરીને કારણે તપાસ બાકી હતી જે બાદ આજે જણાવ્યું છે કે હજુ 2 દિવસ બાદ પૂરી થશે.

અન્ય સમાચારો પણ છે...