અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા મિરઝાપુર ખાતે શુક્રવારે બપોરે 300થી 350 લોકોના ટોળા રોડ પર ધસી આવ્યા હતા. જેમાં નૂપુર શર્માના નિવેદન અંગે વિરોધ કરવા માટે ટોળા એકઠા થયા હતા. નૂપુર શર્મા સામે દિલ્હીમાં ગુનો નોંધાયો છે તે સમજાવવા છતાં અને મુસ્લિમ ધર્મગુરુઓની અપીલ છતાં ટોળાએ શાંતિ ડહોળવાનો પ્રાયસ કર્યો હતો. આ અંગે શાહપુર પોલીસે 11ના નામ સહિત 350ના ટોળા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોસ્ટર વાઇરલ થતા વિવાદ વકર્યો
તાજેતરમાં મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે નૂપુર શર્માએ એક નિવેદન આપ્યું હતું. જેથી તેનો અનેક જગ્યા પર વિરોધ થયો હતો. દરમિયાનમાં શાહપુર વિસ્તારમાં આવેલા મિરઝાપુર ચોક ખાતે જેલ ભરો આંદોલન લખેલા એક પોસ્ટર વાઇરલ થયું હતુ. આ બાબતે કોઇ રેલી-જુલુસ કે દેખાવો ન કરવા અંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેથી પોલીસ તકેદારીના ભાગ રૂપે પેટ્રોલિંગ અને બંદોબસ્તમાં હતી.
પોલીસે સમજાવ્યાં છતાં ન માન્યા
આ દરમિયાનમાં 300થી 350 માણસોનું ટોળું એકાએક ભેગું થઇ ગયું હતુ અને તેઓ વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવા લાગ્યું હતું. આ ટિપ્પણી બાબતે દિલ્હીમાં ગુનો દાખલ થઇ ગયો હોવા છતાં સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. વારંવાર પોલીસે લોકોને વિખેરાઇ જવાની મેગાફોન દ્વારા જાહેર કરી છતાં આ વિરોધ ચાલુ રહ્યો હતો. જેથી પોલીસે ખાનગી વીડિયોગ્રાફર અને પોલીસના માણસો તથા બાતમીદારો દ્વારા વીડિયો શૂટિંગ કરાવ્યું હતું. આ વીડિયોને આધારે પોલીસે સહેજાદ રફીક મેમણ, શફી જમાલ કુરેશી, વાજીદ કપરેશી, વાશિલ કુરેશી, સીદીક કુરેશી, અશરફ કુરેશી, સલીમ શેખ, યુસુફ કવ્વાલ, અલ્તાફ સૈયદ, સલમાન શેખ અને નઇમુદ્દીન શેખ સહિતના લોકો રેલીમાં જોડાયા હતા. આમ શહેરમાં રહેલી શાંતિને ડહોળવાની, બગાડવાની કોશિશ કરી હતી. આ અંગે શાહપુર પોલીસે 11 નામ સહિત 350 ના ટોળા સામે ગુનો નોધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.