તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દહેજમાં 1 કરોડ, 75 તોલા સોનું લાવી છતાં વેપારી પતિએ બાળકોની ફી પિયરથી લાવવા દબાણ કર્યું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સેટેલાઈટમાં સત્યાગ્રહ છાવણીમાં રહેતા ફેક્ટરીમાલિક સામે પોલીસ ફરિયાદ

સેટેલાઈટમાં રહેતા વાપીની કિંજલ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર તેવા પતિ અને સાસુ-સસરા સામે પુત્રવધૂએ દહેજની ફરિયાદ નોંધાવી છે. સત્યાગ્રહ છાવણીમાં રહેતા ભાવેશ પટેલના લગ્ન 2008માં નેહા સાથે થયાં હતાં. નેહાએ પતિ ભાવેશ સહિત સસરા કીર્તિભાઈ, નણંદ કિંજલ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ભાવેશે કંપનીમાં ભાગીદાર બનાવવાની વાત કરી તેની સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ પિતા પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ અને 75 તોલા સોનું લીધું હોવા છતાં પ્રસૂતિ માટેનું એક લાખનું બિલ, બાળકોની સ્કૂલ ફી સહિતના ખર્ચ પિયરમાંથી કરાવવા ભાવેશ અને સાસરિયાં દબાણ કરતાં હતાં. ભાવેશના આડા સંબંધની જાણ થતા તેણે મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. બાળકોને સ્કૂલે લેવા-મૂકવા માટેની કાર પણ ચલાવવા ના પાડી પિયરથી કાર લાવવા કહેતા હતા.

લગ્નમાં 50 તોલા સોનું અને ત્યાર બાદ 100 ગ્રામ સોનાના 2 બિસ્કિટ, 4 તોલા સોનાના દાગીના આપવા છતાં દહેજની માગણી કરીને સાસરિયાં ત્રાસ આપતા હતા. નેહા કોલેજમાં નોકરી કરતી હોવાથી તેનો પગાર પણ લઈ લેતા હતા.

‘ભાઈને કહેજે આઈફોન લીધા વિના આવે નહિ’
ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, નેહાનો ભાઈ ઓસ્ટ્રેલિયાથી ભાવેશ માટે બર્થડે ગિફટમાં મસાજ કિટ લાવ્યો હતો, પરંતુ ભાવેશને તે કિટ ન ગમતાં, તેણે નેહાને કહ્યું કે, તારા ભાઈને કહેજે કે ઓસ્ટ્રેલિયાથી આઈફોન અને રાડો ઘડિયાળ મોકલે, નહીં તો તેને મારા ઘરમાં આવવા નહીં દઉં.

અન્ય સમાચારો પણ છે...