ગરમીમાં વધારો થશે:15થી 20 કિમીની ઝડપે ઠંડો પવન છતાં ગરમી નજીવી ઘટી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી ઘટી 36.4 રહ્યું
  • આજે વાદળિયું વાતાવરણ રહેશે પછી ગરમી વધશે

અરબી સમુદ્રમાં ટ્રફ અને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં સાઈક્લનોકિ સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વાદળિયાં વાતાવરણ વચ્ચે સવારે 15થી 20 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો.

શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.4 ડિગ્રી ગગડી 36.4 અને લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી વધી 23.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 24 કલાક સુધી વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ ગરમીમાં ક્રમશ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં 38.4 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર બન્યું હતુું. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી નીચે નોંધાતા ગરમીમાં ઘટાડો થયો હતો. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન બનાસકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, કચ્છના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિના પવનો અને વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની વકી છે.

અન્ય સમાચારો પણ છે...