વેપાર ડબલ:મીઠાઇના ભાવમાં 15%નો વધારો છતાં ડિમાન્ડમાં 25 %નો વધારો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી નજીક આવતા જ મીઠાઇનો વેપાર ડબલ થયો

કોરોનાને લીધે 2 વર્ષમાં સ્વીટ ઓનર્સને ઘણુ નુકસાન થયંુ છે પણ હવે દિવાળી આવતા જ અમદાવાદીઓ ફરી પોતાની મનપસંદ સ્વીટ તરફ પાછા ફર્યા હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીને હવે માત્ર 15 જ દિવસ બાકી છે ત્યારે સિટી ભાસ્કરે શહેરના મીઠાઇ શોપ ઓનર્સ સાથે વાત કરતા જાણવા મળ્યંુ કે રૉ-મટિરિયલ અને લેબર કોસ્ટમાં વધારો થતા મીઠાઇના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો હોવા છતાં મીઠાઇની ડિમાન્ડમાં 30થી 35 ટકાનો બિઝનેસ થયો છે. જેમાં આ વર્ષે ઇમ્યુનિટીને જાળવી રાખતી ડ્રાયફ્રૂટ મીઠાઇ અને સુગર ફ્રી મીઠાઇ સૌથી વધારે ટ્રેન્ડમાં છે.

ઇમ્યુનિટીને જાળવી રાખતી ડ્રાયફ્રૂટ્સની અવનવી મીઠાઇઓ અત્યારે ડિમાન્ડમાં છે
બિઝનેસમાં આ વર્ષે રિકવરી થઇ જશે, આ વર્ષે ઇમ્યુનિટીને જાળવી રાખતી ડ્રાયફ્રૂટ્સ મીઠાઇની સાથે સાથે આખા ડ્રાયફ્રૂટ બાર્સની ડિમાન્ડ સૌથી વધારે છે. મહામારીમાં જે નુકસાન થયું હતંુ એ આ સિઝનમાં રિકવર થશે એવી આશા છે. > મિનેષભાઈ દૂધિયા, વિપુલ દૂધિયા

બે વર્ષના નુકસાન બાદ દિવાળીએ બિઝનેસ વધ્યો
કોરોનામાં લોકો મીઠાઇ અવોઇડ કરતા હતા પણ દિવાળી આવતા પાછા ટ્રેડિશનલ સ્વીટ તરફ વળ્યા છે. બિઝનેસ ડબલ થયો છે. બે વર્ષના નુકસાન બાદ આ વર્ષે ડબલ ઘરાકી છે. > જયમીન પટેલ, જયહિંદ

રૉ-મટિરિયલ અને લેબરના કોસ્ટિંગને કારણે ભાવ વધ્યો
​​​​​​​અત્યારે ચોકો નટ્સ, નટ્સ બાર્સ જેવી મીઠાઈ ટ્રેન્ડમાં છે. રૉ-મટિરિયલ તથા લેબર કોસ્ટિંગમાં વધારો થતા મીઠાઇના ભાવમાં 10-15%નો વધારો થયો છે. ઓવરઓલ બિઝનેસમાં 25 ટકા સુધીનો વધારો છે. > જિતેન્દ્ર અગ્રવાલ, રસમધુર

​​​​​​​મોહનથાળ અને કાજુકતરી સૌથી વધારે ડિમાન્ડમાં છે
દિવાળીમાં આજે પણ લોકો ક્વોલિટી જોઇને મીઠાઇ ખરીદે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ત્યાં મોહનથાળ અને કાજુકતરીની ડિમાન્ડ સૌથી વધારે છે જેના ભાવમાં અંદાજે 15 ટકાનો વધારો થયો છે. > નીતિનભાઈ કંદોઈ, કંદોઇ ભોગીલાલ

અન્ય સમાચારો પણ છે...