• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Despite 78 Submissions, 18,000 Librarians Have Not Been Recruited, Alleging That No Decision Has Been Taken On Recruitment For The Last 23 Years.

ક્યારે કરશો ભરતી?:78 વાર રજૂઆત છતાં 18 હજાર ગ્રંથપાલની ભરતી કરાતી જ નથી, છેલ્લા 23 વર્ષથી ભરતી અંગે નિર્ણય ન લેવાયાનો આક્ષેપ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાલી પડેલી જગ્યાઓ અંગે મોદીને રજૂઆત કરવા નિર્ણય

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં આશરે 15,000 જેટલા ગ્રંથાલયમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ગ્રંથપાલની પોસ્ટ માટે ઉપલબ્ધ છે. તેમ છતાં આ ગ્રંથપાલોની આશરે 18,000 જેટલી જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના શિક્ષણ, નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓને 78 વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજી સુધી આ અંગેની નિમણૂક ન કરાઈ હોવાથી સરકારી કોલેજો અને શાળાઓમાં ગ્રંથપાલની નોકરીથી વંચિત રાજ્યના બેરોજગાર ગ્રંથપાલ નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં રજૂઆત કરશે.

ડો.મહેશ કે સોલંકીએ જણાવ્યું છે કે, ‘ગુજરાતની ગ્રંથપાલોએ 78 જેટલા આવેદનપત્ર આપ્યા છે, છતાં શાળા અને કોલેજોમાં ગ્રંથપાલની ભરતી ન કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવેમ્બરના ત્રીજા વીકમાં દિલ્હી મળવા જશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે,‘છેલ્લા 23 વર્ષથી અનેકવાર રજૂઆતો છતાં ગ્રંથપાલોની ભરતી કરાઈ નથી. રાજ્યના 70 ટકા ગરીબ વિદ્યાર્થીઓ સરકારી શાળા, કોલેજમાં અભ્યાસ કરે છે, ત્યાં ગ્રંથાલયો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી અભિયાન ‘વાંચે ગુજરાત’ 2010થી શરુ કરાયુ છે,તેમાં પણ ગ્રંથપાલો ભરતી પ્રક્રિયા થતી નથી.

અન્ય સમાચારો પણ છે...