સુનાવણી:AMCમાં આસિસ્ટન્ટ જૂનિયર ક્લાર્કની 52 જગ્યા ખાલી છતાં વેઇટિંગના ઉમેદવારોને નોકરી ન મળી, હાઇકોર્ટે નોટિસ આપી જવાબ માગ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • 2019માં મ્યુનિ. કોર્પોરેશનમાં વર્ષ 2019માં જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા લેવાઈ હતી
  • વેઇટિંગના ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ જૂનિયર ક્લાર્કની ભરતીમાં વેઈટીંગ ઉમેદવારોએ નોકરી ન મળતા ગુજરાત હાઇકોર્ટના સહારો લેવો પડ્યો છે. 434 જેટલી જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ કુલ 52 જેટલી જગ્યા ખાલી હતી. ખાલી જગ્યા પર હજુ સુધી ભરતી નહીં કરવામા આવતા વેઇટિંગના ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી છે. જે મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.

2019માં ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2019માં જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઇ હતી. જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. જે બાદ પણ 52 જેટલા પદ ખાલી રહ્યા હતા. તેની સામે વેઇટિંગ ઉમેદવારોનું લિસ્ટ પણ જારી કરવામાં આવ્યું હતું. જોકે તે પૈકી કોઈને પણ નોકરીની ઓફર ન કરવામાં આવતા વેઇટિંગ લિસ્ટ ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે.

વેઇટિંગ લિસ્ટની મર્યાદા 2 વર્ષની હોય છે
અરજદાર વતી ગુજરાત હાઇકોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે વેઇટિંગ લિસ્ટની મર્યાદા 2 વર્ષ પૂરતી હોય છે. જેથી વહેલી તકે ખાલી રહેલી જગ્યાઓ પર આ ઉમેદવારોને નોકરી પર રાખવામાં આવે. જે મામલે આગામી 22મી ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.