તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Despite 45% Reduction In Vaccinations In 4 Days, Ahmedabad Municipal Corporation Says, 'There Is Stock, We Will Deliver On Time Where It Is Missing'

અમદાવાદમાં વેક્સિનની અછત:4 દિવસમાં 45% વેક્સિનેશન ઓછું કર્યું છતાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે, ‘સ્ટોક છે, જ્યાં ખૂટશે ત્યાં સમયસર પહોંચાડીશું ’

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિન સેન્ટરની ફાઇલ તસવીર - Divya Bhaskar
વેક્સિન સેન્ટરની ફાઇલ તસવીર
  • હવે 45 વર્ષથી નીચેના ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને રસી નહીં અપાય
  • 3 એપ્રિલે 40,990 અને 7 એપ્રિલે 17,873ને જ રસી અપાઈ

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાની રસીની અછત સર્જાઈ રહી છે. આ કારણે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ 45 વર્ષ નીચેની વય ધરાવતા ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ કેર વર્કરને હવેથી કોરોના વેક્સિન ન આપવા નિર્ણય કર્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે રાજ્યમાં દરરોજ ચાર લાખ લોકોને વેક્સિન આપવા ટાર્ગેટ બનાવ્યો હતો જે છેલ્લા ચાર દિવસથી ઘટીને બેથી ત્રણ લાખ વચ્ચે પહોંચ્યો છે. એજ રીતે અમદાવાદમાં પણ ત્રીજી તારીખે વેક્સિનેશનનો આંકડો 41 હજારે પહોંચ્યા બાદ છેલ્લા ચાર દિવસમાં 18થી 25 હજાર વચ્ચે નોંધાયો છે. આમ વેક્સિનેશનમાં 45 ટકાનો ઘટાડો થયો છે.

45 વર્ષ કરતા નાની ઉંમરના ફ્રન્ટલાઈન વર્કર અને હેલ્થ કેર વર્કરને વેક્સિન નહીં આપવાના નિર્ણય અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કેન્દ્રમાંથી વેક્સિના સ્ટોકમાં ઘટાડો થયો હોવાનું કબૂલ્યું હતું. તેમણે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, ગુજરાતના લોકો કોરોના વેક્સિન લેવા બાબતે જાગૃત થયા છે તે કારણે વેક્સિનની આંશિક શોર્ટેજ સર્જાઈ છે. તેમણે ઉમેર્યું કે, કેટલાક વિસ્તારોને બાદ કરતા બધે વેક્સિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે જ્યાં વેક્સિન ખૂટતી હોય ત્યાં સમયસર જથ્થો પહોંચાડવામાં આવી રહ્યોં છે.

સરકાર-મ્યુનિ.ના આંકડા જુદા-જુદા

તારીખરાજ્યના આંકડાઅમદાવાદનામ્યુનિ.ના
1-4-214,54,63833,65932797
2-4-214,40,34632,91333,090
3-4-214,88,56835,03140,990
4-4-212,77,88831,14222,899
5-4-213,00,28025,09525,211
6-4-213,12,62822,71222,433
7-4-211,75,66018,51017,873

ત્રીજી એપ્રિલે રાજ્ય સરકારે અમદાવાદ 35,031 લોકોને કોરોના રસી આપી હોવાનું જાહેર કર્યું હતું જ્યારે તે જ દિવસે મ્યુનિ.એ 40,990 લોકોને કોરોના રસી આપી હોવાની માહિતી જાહેર કરી હતી. 4 એપ્રિલે સરકારે 31,142 લોકોને રસી આપી હોવાનું જ્યારે મ્યુનિ.એ ફકત 22,899 લોકોને જ રસી આપી હોવાનું જાહેર કર્યું. આમ સરકાર-મ્યુનિ.ના આંકડામાં મોટો તફાવત જોવા મળે છે.

સરકારનો દાવો, કેટલાક ફ્રન્ટલાઈન, હેલ્થ વર્કરની ઓળખ આપી રસી લે છે
સરકારના એક પરિપત્રમાં જણાવાયું છે કે, ઘણા 45 વર્ષ કરતા ઓછી ઉંમરના લોકો હેલ્થકેર વર્કર અથવા ફ્રન્ટલાઈન વર્કર તરીકેની ઓળખ બતાવી વેક્સિન લઈ રહ્યાં હોવાથી ફકત 45 વર્ષ ઉપરના હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને વેક્સિન આપવા નિર્ણય કરાયો છે. નિષ્ણાતોનો તર્ક છે કે, લોકોને સમજાવવા છતા વેક્સિન લેવા તૈયાર નથી તો ખોટી ઓળખ બતાવી કોણ લોકો હશે જે વેક્સિન લઈ રહ્યાં છે. કેન્દ્રમાંથી વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાથી આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કેટલીક ખાનગી હોસ્પિટલો પણ અત્યારે જેમને આપવાની નથી એવા લોકોને રસી આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...