અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2240 કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત થયાં છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ફરીવાર આજે શહેરમાં એક પણ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો નથી. 2000 વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાછતાં એકપણ ઘરને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું નથી.
આજે શહેરમાં 8 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, વાસણા અને રાણીપ વિસ્તારનો સમાવેશ થાય છે. આમ હાલ 75 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
શહેર અને જિલ્લામાં 2278 નવા કેસ
15 મેની સાંજથી 16 મેની સાંજ સુધીમાં શહેરમાં 2 હજાર 240 અને જિલ્લામાં 38 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 6 હજાર 939 અને જિલ્લામાં 70 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 12 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 23 હજાર 652 થયો છે. જ્યારે 1 લાખ 91 હજાર 443 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 220 થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.