તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદી કા અમૃત મહોત્સવ:અમદાવાદ રિવરફ્રન્ટ પર BSF જવાનોનો 'ડેર ડેવિલ્સ શો', દિલધડક બાઈક સ્ટન્ટ જોઈને દર્શકો મોઢામાં આંગળા નાખી ગયા

અમદાવાદ25 દિવસ પહેલા
બાઈક સ્ટન્ટ કરતા જવાનોની તસવીર
  • રિવરફ્રન્ટ પર BSFના જવાનો દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમની ઉજવણી

સ્વતંત્રતા દિવસના 75 માં વર્ષની દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સીમા સુરક્ષા બળ પણ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જોડાયું છે. આજે સીમા સુરક્ષા બળ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડેર ડેવિલ્સ શો યોજીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં BSFના જવાનોએ બાઈક પર વિવિધ કરતબો બતાવ્યા હતાં.

BSFના જવાનોએ 5 દિવસ શોની તૈયારી કરી
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે BSF દ્વારા 5 દિવસથી ડેર ડેવિલ્સ શોની તૈયારી કરવામાં આવી રહી હતી. આજે ડેર ડેવિલ્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાતના BSFના વડા, અધિક ગૃહ સચિવ, શહેર પોલીસ કમિશનર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ લીલી ઝંડી આપી ત્યારબાદ BSFના જવાનો દ્વારા કરતબો શરૂ કરવામાં આવ્યા હતા.

બુલેટ પર ભારતીય ધ્વજ સાથે જવાનોના કરતબ
બુલેટ પર ભારતીય ધ્વજ સાથે જવાનોના કરતબ

મહિલા અને પુરુષ ટીમે દિલધડક કરતબો બતાવ્યા
જાંબઝ અને સીમા ભવાની એમ પુરુષ અને મહિલાઓની અલગ અલગ ટીમ દ્વારા દિલધડક કરતબો બતાવવામાં આવ્યા હતા. એક બાઈકથી સાત બાઈક પર અલગ અલગ કરતબો બતાવવામાં આવ્યા હતા. મહિલાઓ પણ પુરુષ ટીમની જેમ દિલધડક કરતબો બતાવ્યા હતા. કાર્યક્રમના અંતમાં સાત બાઈક પર 35 જવાનો ભારત દેશના ધ્વજ સાથે જોવા મળ્યા હતા.

આગની વચ્ચેથી બાઈટ કાઢ્યું
આગની વચ્ચેથી બાઈટ કાઢ્યું

દોઢ વર્ષ બાદ રિવરફ્રન્ટ પર કાર્યક્રમનું આયોજન
સાબરમતી રિવરફ્રન્ટ પર અનેક કાર્યક્રમ યોજાય છે, ત્યારે કોરોનાને કારણે દોઢ વર્ષથી કાર્યક્રમ પણ યોજતા નથી. એવામાં લાંબા સમય બાદ આજે આ પ્રકારનો કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.