કોરોના અમદાવાદ LIVE:અમદાવાદમાં 24 કલાકમાં 2311 નવા કેસ નોંધાયા, 151 મકાનના 498 લોકો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર
  • 24 કલાકમાં શહેરમાં 2281 અને જિલ્લામાં 30 કેસ મળીને 2311 નવા કેસ નોંધાયા
  • અમદાવાદમાં આજે વધુ 21 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 2281 અને જિલ્લામાં 30 મળીને અમદાવાદમાં કુલ 2311 કેસ નોંધાયા છે. જેની સામે 584 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે શહેર કે જિલ્લામાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. 234 દિવસ પછી આજે 2300થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 17 મેએ 2377 કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર 2021માં કુલ 1969 કેસ આવ્યા હતા જેની સામે આજે એક જ દિવસમાં 2300થી વધુ કેસ છે. જ્યારે શહેરમાં આજે 21 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે.

શહેરમાં 21 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં આજે 21 નવા માઈક્રો કન્ટેન્મે્ન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી 120 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. આમ હવે શહેરમાં કુલ 141 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો 151 જેટલા મકાનોના 498 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ન્યુ વાસણાની લાવણ્યા સોસાયટી-1માં 35 મકાનમાં 60 વ્યક્તિ, ન્યુ રાણીના આર્યમાન ફ્લેટના 20 મકાનમાં 72 વ્યક્તિ તથા સેટેલાઈટના યસ ટાવરના 12 મકાનમાં 63 અને ગોતાના સાવી સ્વરાજમાં 12 મકાનમાં 28 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે.

ઓમિક્રોનના શૂન્ય કેસ
શહેરમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારા બાદ હવે કેસો ઘટ્યા છે. આજે સતત બીજા દિવસે અમદાવાદમાં ઓમિક્રોનનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આ પહેલા બુધવારે શહેરમાં 34 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં અત્યાર સુધી 93 ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.

સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાની ચપેટમાં હવે સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પણ આવી ગયા છે. જેમાં મેડિસીન વિભાગના ત્રણ રેસીડેન્ટ ડોક્ટર્સ બીજી વાર કોરોના સંક્રમિત થયા છે. આ અગાઉ તેઓ એકવાર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. સર્જિકલ વિભાગના ડો. હિતેન્દ્ર દેસાઈ કોરોના સંક્રમિત આવતા તેમને સિવિલમાં દાખલ કરવાની ફરજ પડી છે. હાલમાં તેમનામાં વાઈરલ લોડ વધુ હોવાથી રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. તેમની સાથે રહેતા અન્ય તબીબો અને સ્ટાફનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસનો સ્ટાફ સંક્રમિત ​​​​​​
બીજી તરફ સિવિલ સુપ્રિટેન્ડન્ટની ઓફિસમાં પણ કોરોના પહોંચી ગયો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફિસનો સ્ટાફ સંક્રમિત થયો છે. જેમાં પબ્લિક રિલેશન ઓફિસર ગિરીશ વણઝારાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી અન્ય PRO અને સ્ટાફને પણ RTPCR રીપોર્ટ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ખાડીયા વોર્ડના કાઉન્સીલર અને લીગલ કમિટીના ડે. ચેરમેન ઉમંગ નાયક
ખાડીયા વોર્ડના કાઉન્સીલર અને લીગલ કમિટીના ડે. ચેરમેન ઉમંગ નાયક

ખાડીયાના મ્યુનિ. કાઉન્સિલરને કોરોના
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. નાગરિકોની સાથે સાથે નેતાઓ તથા અધિકારીઓ પણ હવે કોરોના સંક્રમિત આવી રહ્યા છે. આજે ખાડીયા વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સીલર અને લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેન ઉમંગ નાયક કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા આજે જ રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલનમાં માસ્ક વિના હાજર રહેલા ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ઋત્વિજ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે.

1 નવેમ્બરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ડિસેમ્બર1104
2 ડિસેમ્બર1508
3 ડિસેમ્બર15018
4 ડિસેમ્બર12013
5 ડિસેમ્બર17010
6 ડિસેમ્બર10010
7 ડિસેમ્બર26010
8 ડિસેમ્બર2504
9 ડિસેમ્બર1305
10 ડિસેમ્બર13010
11 ડિસેમ્બર11011
12 ડિસેમ્બર10016
13 ડિસેમ્બર19015
14 ડિસેમ્બર14013
15 ડિસેમ્બર8017
16 ડિસેમ્બર2009
17 ડિસેમ્બર8025
18 ડિસેમ્બર14023
19 ડિસેમ્બર18013
20 ડિસેમ્બર13017
21 ડિસેમ્બર33010
22 ડિસેમ્બર26010
23 ડિસેમ્બર43018
24 ડિસેમ્બર32119
25 ડિસેમ્બર6302
26 ડિસેમ્બર53020
27 ડિસેમ્બર10008
28 ડિસેમ્બર182015
29 ડિસેમ્બર278018
30 ડિસેમ્બર278013
31 ડિસેમ્બર317033
1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
3 જાન્યુઆરી643036
4 જાન્યુઆરી1,314072
5 જાન્યુઆરી1,660062
6 જાન્યુઆરી1,8650545
7 જાન્યુઆરી2,3110584
કુલ10,45311789
અન્ય સમાચારો પણ છે...