• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Deputy Commissioner Has The Power To Work Up To 10 Lakhs In The Society; Work Will Be Expedited With 70% Government Grant And 20% Contribution From The Society

સ્ટેન્ડિંગની મંજૂરી:ડેપ્યૂટી કમિશનરને સોસાયટીમાં 10 લાખ સુધીના કામની સત્તા; 70% સરકારી ગ્રાન્ટ અને સોસાયટીના 20% ફાળાથી થતાં કામ ઝડપી થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ શહેરની ખાનગી સોસાયટીમાં થતી 70 ટકા સરકારી ગ્રાન્ટ, 20 ટકા સોસાયટી ફાળો અને 10 ટકા મ્યુનિ. ગ્રાન્ટના કામોમાં હવે 10 લાખ સુધીના અંદાજના કામોની સત્તા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાના ઠરાવને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી દીધો છે. જનભાગીદારીથી થતાં આવા કામો ઝડપથી થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

હવે ખાનગી સોસાયટીમાં રસ્તા, પાણી, ગટર તથા સ્ટ્રીટ લાઇટ જેવા કામોમાં રૂ. 10 લાખ સુધીનો અંદાજના કામની મંજૂરી આપવાની સત્તા ડે. મ્યુનિ. કમિશનરને સોંપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટિમાં કરાયો છે. 10 લાખથી વધુ કામના અંદાજની સત્તા મ્યુનિ. કમિશનર પાસે રહેશે.

અગાઉ ડે. મ્યુનિ. કમિશનર પાસે 5 લાખના અંદાજના કામોની સત્તા હતી. જેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ પ્રકારે 10 લાખની મર્યાદામાં કામ એમ પેનલ થયેલા કોન્ટ્રાક્ટર સક્ષમ સત્તાની મંજૂરી મેળવી ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...