મદદ: નાયબ મુખ્યમંત્રી અમદાવાદથી ચાલતા રાજસ્થાન જતા 500 શ્રમિકોની મદદે આવ્યાં, બસની વ્યવસ્થા કરી

Deputy CM Nitin Patel heled 500 workers, arranges bus
X
Deputy CM Nitin Patel heled 500 workers, arranges bus

  • શ્રમિકોને ચાલતા જતા જોઈ નિતિન પટેલે કાર ઉભી રાખી અને તમામ માટે જમવાની વ્યવસ્થા કરી

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 01:26 PM IST

અમદાવાદ: કોરોનાના કારણે ફસાઈ ગયેલા શ્રમિકો અમદાવાદથી ચાલતા-ચાલતા રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા. તે સમય રસ્તા પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પસાર થઈ રહ્યા હતા. રોડ પર ચાલતા શ્રમિકોને જોઈ તેઓ ત્યાં ઉભા રહી ગયા હતા અને તેમના જમવાની વ્યવસ્થા કરી હતી. જમાડ્યા બાદ તેઓને રાજસ્થાન પહોંચાડવા માટે બસની વ્યવસ્થા પણ કરી આપી હતી. 

200 શ્રમિકો ગાંધીનગરથી નીકળ્યા હતા

લોકડાઉનના પગલે શહેરના 500 શ્રમિકો પોતાના વતન જવા ચાલતા નીકળ્યા હતા. જેમાથી 200 શ્રમિકો ગાંધીનગરથી નીકળ્યા હતા. તે જ સમયે નાયબ મુખ્યમંત્રી પણ ત્યાંથી પસાર થતા હતા અને શ્રમિકોને જોઈ રોડ પર ઉભા રહી ગયા હતા. નિતિન પટેલે તરત જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી તેમની સાથે જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને જમવાની તેમજ વતન પહોચાડવા માટે બસોની વ્યવસ્થા કરી આપી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી