તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શિક્ષકોના 300 રજાના રૂપિયા ચાંઉ કરનાર ડેપ્યુટી એકાઉન્ટન્ટ સસ્પેન્ડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2018-19માં થયેલી ગેરરીતિઓ ઓડિટ રિપોર્ટમાં બહાર આવી
  • માંડલના કેસમાં એકાઉન્ટન્ટ રાજેશ રામી સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગમાં માંડલ તાલુકામાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવનાર કર્મચારી રાજેશ રામીએ શિક્ષકોની 300 રજાના રૂપિયા ચાંઉ રોકડમાં રૂપાંતર થતી રકમ ચાંઉ કરી ગયો. આ ગેરરિતી બહાર આવ્યા બાદ કર્મચારીની દસક્રોઇ તાલુકામાં બદલી કરાઇ હતી. આ તાલુકામાં પણ આજ મોડેન્સઓપરેન્ટીથી શિક્ષકોના રજાની રકમ ચાંઉ કરી ગયાનું બહાર આવ્યું છે. માંડલના કેસમાં બિસાબીનીશ કર્મી રાજેશ રામી સામે પોલીસ ફરિયાદ કરાઇ છે. જ્યારે દસ્ક્રોઇમાં હાલ ઓડિટર દ્વારા તપાસ ચાલી રહી છે. કોરોનાના લીધે વર્ષ 2018-19માં થયેલી ગેરરીતિ તાજેતરના ઓડિટ રિપોર્ટમાં બહાર આવી છે.પ્રકરણ બહાર આવતા ડીડીઓના આદેશ બાદ રાજેશ રામીને ગત 7મીએ સસ્પેન્ડ કરી દેવાયો હતો. માંડલમાં શિક્ષકોની 300 રજાની 5.80 લાખ રકમ મુજબ 10 શિક્ષકોના 50 લાખ ચાંઉ કરી ગયો છે. આ અાંકડો વધવાની શક્યતા છે.

સરકારના ઓડિટ તપાસમાં ગેરરીતિ બહાર આવી
ગેરરીતિનું સમગ્ર પ્રકરણ માંડલ તાલુકામાં થયેલા સરકારના ઓડિટ તપાસમાં બહાર આવતા જિલ્લા તંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. આ પછી ત્વરિત હિસાબનીશ રાજેશ રામીની દસક્રોઇ તાલુકામાં ટ્રાન્સફર કરાઇ હતી. જેથી દસક્રોઇમાં પણ સરકારી ઓડિટ શરૂ કરાયું છે. બંને તાલુકાની રકમનો આંકડો બે કરોડથી વધુ હોવાનું મનાય છે.

ઇન્ચાર્જ ટીપીઇઓને પણ નોટિસ ફટકારાઈ છે
શિક્ષકોની રજાઓની રોકડમાં રૂપાંતર થતી રકમમાં ગેરરીતિ આચરનાર હિસાબનીશ કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરાઇ છે. જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાએથી મળેલા તપાસના રિપોર્ટના આધારે કેસમાં ઇન્ચાર્જ ટીપીઇઓને નોટિસ ફટકારી હતી. - ડો.એમ.એન.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...