તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરરિતી:શિક્ષકોના 300 રજાના નાણાં ચાંઉ કરી સટોડિયાને ચૂકવનારા ડેપ્યુટી એકાઉન્ટન્ટ સસ્પેન્ડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના લીધે વર્ષ 2018-19 માં થયેલી ગેરરિતી ઓડિટ રિપોર્ટમાં બહાર આવી

અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગમાં માંડલ તાલુકામાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવનાર કર્મચારી રાજેશ રામીએ શિક્ષકોની 300 રજાની રોકડમાં રૂપાંતર થતી રકમ ચાંઉ કરી બારોબાર સટોડિયાને ચૂકવી દઇ મોટાપાયે ગેરરિતી આચરી હોવાનું બહાર આવતા જિલ્લા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ ગેરરિતી બહાર આવ્યા બાદ કર્મચારીની દસક્રોઇ તાલુકામાં બદલી કરાઇ હતી. આ તાલુકામાં પણ આજ મોડેન્સઓપરેન્ટીથી શિક્ષકોના રજાની રકમ ચાંઉ કરી ગયાનું બહાર આવ્યું છે.

માંડલના કેસમાં બિસાબીનીશ કર્મી રાજેશ રામી સામે પોલીસ ફરિયાદ કરાઇ છે. જ્યારે દસક્રોઇમાં હાલ ઓડિટર દ્વારા તપાસ ચાલી રહી છે. કોરોનાના લીધે વર્ષ 2018-19માં થયેલી ગેરરિતી તાજેતરના ઓડિટ રિપોર્ટમાં બહાર આવી છે. સમગ્ર પ્રકરણ બહાર આવતા ડીડીઓના આદેશ બાદ રાજેશ રામીને ગત 7મીએ સસ્પેન્ડ કરી દેવાયો હતો. ગેરરિતીમાં સામેલ મનાતા બંને તાલુકાના ટીડીઓ નિવૃત થઇ ગયા ત્યાં સુધી આ પ્રકરણ અધિકારીઓના માંડલ તાલુકામાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાં રાજેશ જે. રામી વર્ષ 2017-18માં માંડલ ખાતે ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન રામીએ શિક્ષકોને 300 રજાની રોકડમાં રૂપાંતર થતી રકમ એકવાર ચૂકવી દેવાતી હતી.

ત્યાર પછી એકના એક શિક્ષકના વારંવાર બિલ મૂકી ઓસી પર સ્થાનિક ટીપીઇઓ અને ટીડીઓની સહીં કરાવી બારોબાર અલગ વ્યક્તિના નામના ચેક લખાવામાં આવતા હતાં. જે વ્યક્તિઓના નામે ચેક લખાવ્યા હતાં, તે તમામ સટોડિયા હોવાનું તપાસમાં જ બહાર આવ્યું છે. માંડલમાં શિક્ષકોની 300 રજાની 5.80 લાખ રકમ મુજબ 10 શિક્ષકોના 50 લાખ રૂપિયા ચાંઉ કરી ગયો છે. રકમનો આંકડો વધવાની શક્યતા છે. જિલ્લા પંચાયતના મુખ્ય હિસાબીનીશ હાર્દિક પ્રજાપતિએ કહ્યું કે, આ ગેરરિતી થતી હતી ત્યારે કોઇને જાણ નહતી. એટલેકે જિલ્લાના તાલુકામાં હિસાબીનીશ વિભાગમાં થતી ગેરરિતી પર જિલ્લા હિસાબીનીશ વિભાગની કોઇ પકડ જ નથી. જેની સામે શંકાની સોય સેવાઇ રહી છે. તપાસ કરનાર ડેપ્યુટી ડીડીઓ જી.ડી.પ્રજાપતિએ કહ્યું કે, સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક તપાસમાં માંડલના ટીપીઇઓ ચંદ્રિકા પટેલ અને ટીડીઓ એમ.વી.તેજોત (નિવૃત) તેમજ દસક્રોઇના ટીપીઇઓ આશા યાદવ અને ટીડીઓ એસ.બી.લાસણીયા (નિવૃત)ની સંડોવણી બહાર આવી છે. ટીપીઇઓની સામે પગલાં ભરવાની જવાબદારી જિલ્લા શિક્ષણા વિભાગની કચેરીની છે. જ્યારે ટીડીઓની સામે પગલાં લેવાની જવાબદારી વિકાસ કમિશનરની છે. જેમાં ડીડીઓનો રિપોર્ટ મહત્વનો મનાય છે.

અધિકારીઓ લાખ્ખો રૂપિયાની ગેરરિતીના સમગ્ર પ્રકરણને દબાવવા દોડાદોડ કરે છે. આ પ્રકરણમાં જિલ્લાના ઉચ્ચઅધિકારીઓની સંડોવણી હોવાનું મનાય છે.ગેરરિતીનું સમગ્ર પ્રકરણ માંડલ તાલુકામાં થયેલા સરકારના ઓડિટ તપાસમાં બહાર આવતા જિલ્લા તંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. આ પછી ત્વરિત હિસાબીનીશ રાજેશ રામીની દસક્રોઇ તાલુકામાં ટ્રાન્સફર કરાઇ હતી. જેથી દસક્રોઇમાં પણ સરકારી ઓડિટ શરૂ કરાયું છે.

હાલ ઓડિટ ચાલુ છે. જેમાં ગેરરિતી બહાર આવી છે. બંને તાલુકાની રકમનો આંકડો બે કરોડથી વધુ હોવાનું મનાય છે. ડેપ્યુટી એકાઉન્ટન્ટ રાજેશ જે રામી સટોડિયો હતો. સટોડિયાઓ સાથે ઘરબો ધરાવતો હતો. સટ્ટામાં આર્થિક ભીંસમાં આવતા રામીએ શિક્ષકોના પગારની રકમ ચાંઉ કરી તેના દિવ, વડોદરા, વેરાવળ અને પાદરા ખાતેના લેણદાર સટોડિયાઓના નામે બારોબાર ચેક લખી રકમ ચૂકવી હતી. દસક્રોઇ તાલુકામાં પણ આજ રીતે સટોડિયાઓને રકમ ચૂકવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...