• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Depreciation Of Tourists At The Bus Station In The State For Going Home, Extra Management Of ST's Extra Income So Far, Management Of 4838 Trips

પ્રવાસીઓની ભીડ વધી:વતન જવા માટે રાજ્યમાં બસ સ્ટેશન પર પ્રવાસીઓ ઘસારો, STના એક્સ્ટ્રા સંચાલનમાં અત્યાર સુધી 3 કરોડથી વધુની આવક, 4838 ટ્રીપનું સંચાલન

અમદાવાદએક મહિનો પહેલા
  • ભાઈબીજ સુધીમાં અંદાજે 6 કરોડની આવક થાય તેવું અનુમાન
  • સુરતમાંથી અત્યાર સુધી 1069 ટ્રીપનું સંચાલન થયું છે

દિવાળીના તહેવારમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગે કરેલી એક્સ્ટ્રા સંચાલનમાં અત્યાર સુધી 2 લાખ 35 હજાર પ્રવાસીઓએ મુસાફરી કરી છે, તેમાંથી 3 કરોડ 80 લાખ 81 હજારથી વધુની આવક થઈ છે. જોકે હજુ ભાઈબીજ સુધી ચાલનારા એક્સ્ટ્રા સંચાલનમાં નિગમને અંદાજે 6 કરોડની આવક થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

4 દિવસમાં 4838 ટ્રીપનું સંચાલન
ચાલુ વર્ષે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર, એમ 4 દિવસ દરમિયાન ગુજરાત વાહન વ્યવહાર વિભાગની એક્સ્ટ્રા સંચાલનની એસ.ટી.બસ મારફતે કુલ 4838 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં જેમજેમ તહેવાર નજીક આવે છે તેમ ટ્રીપની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

રાજ્યભરના મોટા અને મહત્વના બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ ભીડ
રાજ્યભરના મોટા અને મહત્વના બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ ભીડ

આ વર્ષે સૌથી વધુ ટ્રીપ સુરતથી થઈ
સૌથી મોટી અને રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે સૌથી વધુ ટ્રીપનું સંચાલન સુરત વિભાગ તરફથી થયું છે, સાથે જ સૌથી વધારે મુસાફરો પણ સુરત વિભાગમાંથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પહોંચી રહ્યા છે. સુરતમાંથી અત્યાર સુધી 1069 ટ્રીપનું સંચાલન થયું છે અને કુલ 59 હજાર 595 પ્રવાસીઓએ સુરત વિભાગની બસોમાં પ્રવાસ કરી ચુક્યા છે.

બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભીડ વધી
અત્યાર સુધી ST નિગમની એક્સ્ટ્રા બસના સંચાલન થકી કુલ 3 કરોડ 80 લાખ 81 હજારની આવક થઇ છે. દિવાળીનો તહેવાર નજીક આવ્યો તેમ તેમ અમદાવાદ સહિત રાજ્યભરના મોટા અને મહત્વના બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ ભીડ પણ જોવા મળી રહી છે. એસ.ટી.નિગમેં તહેવારોના સમયમાં પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે અંદાજે 1500 જેટલી એક્સ્ટ્રા સંચાલનમાં મૂકી છે.

સુરતમાંથી અત્યાર સુધી 1069 ટ્રીપનું સંચાલન થયું
સુરતમાંથી અત્યાર સુધી 1069 ટ્રીપનું સંચાલન થયું

દિવાળી અને હોળીનો તહેવાર આવકનું મોટું સ્ત્રોત
ગુજરાત વાહન વ્યવહાર વિભાગ માટે દિવાળી અને હોળીનો તહેવાર એ આવકનું મોટું સ્ત્રોત ગણાય છે. કારણ કે, આ બંને મોટા તહેવારો દરમિયાન લોકો પોતાના વતન તરફ જાય છે જે માટે નિગમ તરફથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...