રજૂઆત:ગુજરાત યુનિવર્સિટીમાં BBA-BCAમાં ઘસારો વધ્યો, સીટ વધારવા યુવા કોંગ્રેસની માંગણી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BBAમાં 11 કોલેજમાં 1041 સીટ છે જ્યારે BCA MA 16 કોલેજમાં 1146 સીટ છે

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા માટે ત્રીજો રાઉન્ડ ઓફલાઈન શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ઓફલાઈન રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ જલ્દીથી પ્રવેશ મળે તે માટે BBA-BCA માં જે કોલેજમાં વધારે ઘસારો હોય તે કોલેજમાં સીટ વધારવામાં આવે તેવી NSUI એ માંગણી મારી છે. સીટ વધારવામાં આવે તો જલ્દીથી એડમિશન મળી શકે છે.

કોરોના મહામારીમાં માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવવાથી ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં BBA-BCA માં પ્રવેશ માટે ઘસારો વધુ જોવા મળ્યો હતો. BBA માં 11 કોલેજમાં 1041 સીટ છે જ્યારે BCA MA 16 કોલેજમાં 1146 સીટ છે ત્યારે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જાય તે માટે ઇન્ટર સે મેરિટમાં સીટ વધારવામાં આવે તથા જે કોલેજમાં ઘસારો વધુ હોય ત્યાં સીટ વધારવામાં આવે તેવું યુથ કોંગ્રેસ અને NSUI એ માંગણી કરી છે.પ્રવેશ સમિતિને પણ જે ભાર પડે છે તેમાંથી મુક્તિ મળશે અને સમયનો બચાવ થઈ શકશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...