તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો હાહાકાર:અમદાવાદમાં ફાયર વિભાગના 11 જવાનો કોરોના સંક્રમિત, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ કોરોના પોઝિટિવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયર વિભાગની ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાયર વિભાગની ફાઈલ તસવીર
  • અમદાવાદ ફાયરબ્રિગેડની ઇમરજન્સી સેવાના 11 જવાનો કોરોના પોઝિટિવ મળી આવ્યા.

અમદાવાદ શહેરમાં કોરોનાથી અત્યાર સુધીની સૌથી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયાથી શહેરમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ અમદાવાદ ફાયરબ્રિગેડની ઇમરજન્સી સેવા કોરોનાની ઝપટમાં આવી ગઈ છે. ફાયર વિભાગના 11 જવાનોને કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

ફાયરબ્રિગેડની ઇમરજન્સી સેવા કોરોનાની ઝપેટમાં
અમદાવાદ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ તેમજ ફાયર સ્ટેશનના કર્મચારીઓને કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ કોરોના પોઝિટિવ થયા હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં તમામને હોમ કવોરેન્ટન રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મેટ્રો કોર્ટમાં કોરોના વિસ્ફોટ
શહેરમાં વધી રહેલા કેસોને પગલે નીચલી કોર્ટમાં પણ કોરોના વધ્યો છે. ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો કોર્ટમાં કોરોના વિસ્ફોટ થયો છે. મેટ્રો કોર્ટમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 3 કોર્ટ સ્ટાફ અને 1 લિફ્ટમેન કોરોના સંકમિત થયા છે. મેટ્રો કોર્ટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19 એ પહોંચી ગઈ છે.

શનિવારે ચીફ જજ સહિત 2 જજ સંક્રમિત થયા હતા
અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા હતા.. ઘી કાંટા મેટ્રો કોર્ટના CJM એ.વાય. દવે સહિત બે જજ અને સ્ટાફ પોઝિટિવ આવ્યા હતા. કુલ 15 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં કોર્ટમાં હાહાકાર મચ્યો હતો. રાજ્યની અન્ય નીચલી કોર્ટમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બંધ રાખવાની ફરજ પડી હતી, ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ નીચલી કોર્ટ બંધ રાખવામાં આવે અને ઓનલાઇન સુનાવણી થાય તેવી શક્યતા રહેલી છે.

અમદાવાદમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
અમદાવાદમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

હાલ વકીલોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે
ઉપરાંત રાજ્યમાં જે રીતે 45 વર્ષથી વધુ લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે કોર્ટમાં પણ વકીલોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. કોર્ટમાં 45 વર્ષથી ઉપરના વકીલોને પણ વેક્સિન આપવામાં આવે છે.

10 દિવસથી 600થી વધારે કેસ નોંધાયા
શહેર અને જિલ્લામાં સતત 10 દિવસથી 600થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે સાંજે પૂરા થતાં 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 676 નવા કેસ અને 608 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,370 પર પહોંચ્યો છે. 3 એપ્રિલની સાંજથી 4 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 664 અને જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 600 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 75,210 થયો છે. જ્યારે 70,564 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો