ફી પુરેપુરી ઉઘરાવી?:અમદાવાદની સ્કૂલોએ FRC કરતા વધુ ફી લીધી હોવાની DEO કચેરીએ એક પણ ફરિયાદ નથી મળી: જિલ્લા શિક્ષણાધિકારી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • FRC દ્વારા મંજુરી ના મળતા વધુ ફી નો અમલ થઇ શક્યો નથી

સ્કૂલોનું નવું સત્ર શરુ થયું છે. ગત વર્ષે 25 ટકા ફી માફી કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે ફી માફીની જાહેરાત થઇ છે પરંતુ ફી માફીનો પરિપત્ર ના હોવાથી ફી માફ કરવામાં આવી નથી. પરિપત્ર ના હોવાને કારણે સ્કૂલોએ પુરેપુરી ફી ઉઘરાવી છે. સ્કૂલોએ FRCએ નક્કી કરેલ ફી કરતા વધુ ફી લીધી હોય તેવી હજુ સુધી ચાલુ વર્ષમાં એક પણ ફરિયાદ મળી નથી.

FRCમાં ફી વધારા માટે અનેક સ્કૂલોએ અરજી કરી છે
સ્કૂલોમાં પ્રથમ સત્ર પૂર્ણ થયું છે, વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષા પણ લેવામાં આવી છે અને હવે બીજું સત્ર શરુ થશે. FRCમાં ફી વધારા માટે અનેક સ્કૂલોએ અરજી કરી છે પરંતુ FRC દ્વારા મંજુરી ના મળતા વધુ ફી નો અમલ થઇ શક્યો નથી. અમદાવાદ શહેરમાં કોઈ પણ સ્કૂલે વર્ષ 2021-22ના સત્ર દરમિયાન FRC એ નક્કી કરેલ ફી કરતા વધુ ફી લીધી હોવાની ફરિયાદ કે અરજી પણ આવી નથી. ફરિયાદ કે અરજી આવે તો DEO કચેરી કાર્યવાહી કરશે.

કોઈ પણ વાલી અરજી કે ફરિયાદ કરશે તો કાર્યવાહી કરીશું: હિતેન્દ્રસિંહ પઢેરીયા
અમદાવાદના જીલ્લાશિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં કોઈ સ્કૂલે ફી વધુ લીધી હોય તેવી ફરિયાદ અમને મળી નથી. અમારી પાસે અરજી કે ફરિયાદ આવે તો પણ અમે તેની તપાસ કરીએ છીએ પરંતુ હજુ સુધી અરજી કે ફરિયાદ આવી નથી. કોઈ પણ વાલી અરજી કે ફરિયાદ કરશે તો અમે તે બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...