નિર્ધારિત સંખ્યા ન હોવાથી નોટિસ:અમદાવાદની 57 ખાનગી સ્કૂલને બંધ કરવા DEOએ નોટિસ આપી, વિદ્યાર્થીઓની સંખ્યા 20 કરતાં ઓછી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ DEO એ શહેરની 57 ખાનગી પ્રાથમિક સ્કૂલોને સ્કૂલ બંધ કરવા નોટિસ આપી છે. 57 સ્કૂલોને 7 દિવસમાં જરૂરી અઢાર પુરાવા સાથે સ્કૂલ બંધ કરવા માટેની દરખાસ્ત કરવા આદેશ કરવામાં આવ્યો છે.20 કરતા ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા હોય તેવી સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

RTE મુજબ ધોરણ 1 થી 5ના વર્ગમાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થી અનવ 6 થી 8માં ઓછામાં ઓછા 35 વિદ્યાર્થી હોવા જરૂરી છે.અમદાવાદની 57 સ્કૂલોમાં RTE ના નિયમ કરતા પણ ઓછી સંખ્યા નોંધાઇ છે. તાજેતરમાં જ ડાયસ એન્ટ્રી કરતા સમયે સ્કૂલોન વિદ્યાર્થીઓની વિગતો સામે આવી હતી.જેથી અમદાવાદ શહેર DEO દ્વારા 57 ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારી છે.

સ્કૂલમાં 20 કરતા ઓછી સંખ્યા હોવાના કારણે સંચાલક વર્ગ દીઠ શિક્ષક રાખી શકાય તેમ નથી.આ સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે તેમ છે જેથી સ્કૂલોને નોટિસ ફટકારી છે.7 દિવસમાં સ્કૂલોની એફિડેવિટ,નકલ,વિદ્યાર્થી સંખ્યા ધોરણવાર,વાલીની સંમતિ,વિદ્યાર્થીઓનું લિસ્ટ સહિતની વિગત 7 દિવસમાં આપવા જણાવ્યું છે..

અન્ય સમાચારો પણ છે...