તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લુઝિવ:અમદાવાદની DPS ઇસ્ટ સ્કૂલે LC અટકાવી રાખતા 2 વિદ્યાર્થીઓને એડમિશન નહોતું મળતું, DEOએ RTE એક્ટ હેઠળ LC વિના જ બીજી સ્કૂલમાં એડમિશન કરાવ્યું

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક
  • DPS ઇસ્ટના 2 વિદ્યાર્થીઓને LC ના મળતા DEOએ અન્ય સ્કૂલમાં એડમિશન અપાવ્યું

ખાનગી સ્કૂલોની મોંઘી ફીના કારણે અનેક વાલીઓ કોરોનામાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થવાને કારણે અથવા બીજા કારણે બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ જૂની સ્કૂલ દ્વારા LC આપવામાં ના આવે તો વાલીને નવી સ્કૂલમાં એડમિશન માટે પ્રશ્ન ઊભો થાય છે. જેથી DEOએ RTEના નિયમ હેઠળ 2 વિદ્યાર્થીને જૂની સ્કૂલના LC વિના જ નવી સ્કૂલમાં પ્રવેશ મેળવવામાં મદદ કરી છે.

DPS ઇસ્ટ સ્કૂલે બે બાળકોના LC રોકી રાખ્યા
સામાન્ય રીતે જૂની સ્કૂલમાંથી LC લઈને નવી સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે, પરંતુ કેટલીક સ્કૂલ ફી બાકી હોય કે અન્ય કારણસર વિદ્યાર્થીઓના LC આપતી નથી. ત્યારે વાલીઓને બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે મુશ્કેલી થાય છે ત્યારે RTE એક્ટ મુજબ 14 વર્ષથી નીચેના બાળકને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક છે. ત્યારે DPS ઇસ્ટ બંધ થવાને કારણે સ્કૂલના પ્રાથમિક માધ્યમના વિદ્યાર્થીને સ્કૂલે ફીના મુદ્દે LC આપ્યું નથી. ત્યારે વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરતા જિલ્લા શિક્ષણાધિકારીએ RTE એક્ટ હેઠળ જ અભ્યાસના હકને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને LC વિના નવી સ્કૂલમાં પ્રાથમિક માધ્યમમાં એડમિશન મેળવવામાં મદદ કરી છે.

DPS ઇસ્ટ સ્કૂલની ફાઈલ તસવીર
DPS ઇસ્ટ સ્કૂલની ફાઈલ તસવીર

DEO એડમિશન અપાવવામાં મદદ કરશે
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્ર સિંહ પઢેરિયાએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, RTE એક્ટ મુજબ 14 વર્ષથી નીચેના પ્રાથમિક માધ્યમમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષણ મેળવવાનો હક છે. જેમાં જે તે સ્કૂલ કોઈ કારણસર વિદ્યાર્થીનું LCના આપે તો LC વિના વિદ્યાર્થી અન્ય સ્કૂલમાં એડમિશન લઈ શકે છે. RTE એક્ટ મુજબ જ અમે DPS ઇસ્ટ બંધ થતાં 2 વિદ્યાર્થીઓને LCના આપવામાં આવતા તેમને CBSEની અન્ય સ્કૂલમાં LC વિના તેમના અભ્યાસના હક માટે એડમિશન અપાવ્યું છે. અન્ય સ્કૂલમાં પણ 14 વર્ષ સુધીના વિદ્યાર્થીને RTE હેઠળ શિક્ષણ મેળવવાનો હક છે તે માટે LC સ્કૂલ દ્વારા અટકાવી રાખવામાં આવ્યું હશે તેને અન્ય સ્કૂલમાં LC વિના પ્રવેશ અપાવવા નિયમ મુજબ મદદ કરીશું.