અમદાવાદમાં રોગચાળો:જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 502 બાળક સહિત 1821ને ડેન્ગ્યુ, 914ને ચિકનગુનિયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મ્યુનિ.ના આંકડા મુજબ ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 170, ચિકનગુનિયાના 69 કેસ
  • 5થી 8 વર્ષના 165 બાળકો, 9થી 14 વર્ષના 274 બાળકો ડેન્ગ્યુના ભરડામાં આવ્યા

શહેરમાં છેલ્લા કેટલાક સમયમાં જ ડેન્ગ્યુ - ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. જેમાં ચાલુ વર્ષે 1821 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ કેસમાં 502 જેટલા દર્દીઓ તો 14 વર્ષથી નીચેના બાળકો છે. એટલું જ નહી પણ શહેરમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુમાં બે દર્દીઓના મોત નિપજ્યાં છે. જે બંને દર્દીઓમાં વસ્ત્રાલના 16 વર્ષનો તરૂણ અને નારોલમાં 2 વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

શહેરમાં ચાલુ વર્ષે વરસાદી માહોલની વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ પણ સતત વધ્યો છે. ત્યારે ચાલુ વર્ષે એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં મેલેરિયાના 769, ઝેરી મેલેરિયાના 73, ડેન્ગ્યુના 1820 અને ચિકનગુનિયાના 914 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાં બે દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. શહેરમાં ઓક્ટોબર મહિનામાં જ 170 જેટલા ડેન્ગ્યુના અને 69 જેટલા ચિકનગુનિયાના કેસ સામે આવ્યા છે. નોંધનીય છેકે, શહેરમાં શંકાસ્પદ મચ્છરજન્ય રોગમાં 87815 જેટલા દર્દીઓના લોહીના નમૂના લઇને ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ડેન્ગ્યુ માટે પણ 3563 જેટલા સીરમના સેમ્પલ લઇને તપાસ કરવામાં આવી છે. તો શહેરના 428091 જેટલા ઘરોમાં મચ્છરોના ઉપદ્રવના નાશ માટે સ્પ્રેનો છંટકાવ થયો છે. શહેરમાં ડેન્ગ્યુમાં પણ વય પ્રમાણે જોઇએ તો 9 થી 14 વર્ષના 274 જેટલા બાળકો ડેન્ગ્યુના ભરડામાં આવ્યા છે. તો 5 થી 8 વર્ષના 165 બાળકો ડેન્ગ્યુના શિકાર બન્યા છે.

વયજૂથ મુજબ કેસ

વર્ષકુલ દર્દી
0થી 153
1થી 4110
5થી 8165
9થી 14275
15થી વધુ1218
કુલ1821

​​​​​​​ડેન્ગ્યુના કેસ આંકડાકીય નજરે​​​​​​​

ડેન્ગ્યુની તપાસ માટે 3563 સીરમ સેમ્પલ લેવાયા

વર્ષકેસની સંખ્યામૃત્યુ
2015216566
2016285212
201710792
201831554
201945970
20204320
202118202
(9 ઓક્ટોબર સુધી)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...