તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં રોગચાળો:ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં 4 ગણો, ચિકનગુનિયામાં અઢી ગણો વધારો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 875, ચિકનગુનિયાના 500 કેસ નોંધાયા
  • 2020માં આ સમયગાળામાં​​​​​​​ ડેન્ગ્યુના 255, ચિકનગુનિયાના 196 કેસ હતા

શહેરમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાએ માથા ઉચક્યું છે. 2019 કરતાં ચિકનગુનિયાના 6 ગણાં વધારે કેસ, તો 2020 કરતાં અઢીગણા વધારે કેસ નોંધાયા છે. ગત વર્ષ કરતાં ડેન્ગ્યુના કેસ આ વખતે ચારગણાં વધુ છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી શહેરમાં ચિકનગુનિયાના 500, ડેન્ગ્યુના 875 કેસ નોંધાયા છે. તેની સામે 2020ના આ સમયગાળામાં ડેન્ગ્યુના 255 અને ચિકનગુનિયાના 196 કેસ નોંધાયા હતા. આ વર્ષે શહેરમાં વધારે મચ્છરજન્ય કેસ સામે આવ્યાનું જણાયું છે.

ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતની વિવિધ મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે અત્યાર સુધીમાં 71154 નાગરિકોના લોહીના નમૂના મેળવી તેમાં 42254 સેમ્પલ તપાસ કરવામાં આવી છે. ડેન્ગ્યુ માટે પણ મ્યુનિ.એ 2156 સીરમ સેમ્પલ લીધા છે. 1.27 લાખ ઘરમાં સ્પ્રેનો છંટકાવ કરવામાં આ‌વ્યો છે. જ્યારે 6781 જેટલા બિન રહેણાંક મકાનોમાં પણ સ્પ્રેની કામગીરી કરાઇ છે. શહેરના 37 તળાવમાં સફાઇ અભિયાન હાથ ધરાયુંં છે. ટાઈફોઈડના 115, કમળાના 73 કેસ નોંધાયા છે. જે માટે ક્લોરીન સહિતના ટેસ્ટની મ્યુનિ. દ્વારા કાર્યવાહી કરાઈ છે.

સપ્ટેમ્બરમાં અત્યાર સુધી સિવિલની ઓપીડીમાં 31 હજારે સારવાર લીધી
મચ્છર અને પાણીજન્યરોગોમાં વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરના 13 દિવસમાં સિવિલની ઓપીડીમાં 31 હજાર દર્દીએ સારવાર લીધી છે. ડેન્ગ્યુના સૌથી વધુ 137 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ડેન્ગયુના 90થી વધુ કેસ નોંધાયા છે. સિવિલમાં 13 સપ્ટેમ્બર સુધીમાં શરદી, ખાંસી અને તાવ જેવાં વાઈરલ ઇન્ફેક્શન ઉપરાંત ડેન્ગુયના 137, ચિકન ગુનિયા 30, ઝેરી મેલેરિયા 30 હિપેટાઇટીસના 90થી વધુ કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં ડેન્ગ્યુના 95, ચિકનગુનિયાના 31, ઝેરી મેલેરિયાના 13 ઉપરાંત વાયરલ ઇન્ફેકશનના કેસમાં પણ વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...