• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dengue And Chikungunya Are Coming Under Control In Ahmedabad. In The Last 16 Days, 312 Cases Of Dengue And 123 Cases Of Chickenpox Have Been Reported

રોગચાળો નિયંત્રણમાં:અમદાવાદમાં રોગચાળો કાબુમાં આવી રહ્યો છે. છેલ્લા 16 દિવસમાં ડેન્ગ્યુના 312 અને ચિકનગુનિયાના 123 કેસો નોંધાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ઘટ્યાં ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ઘટ્યાં ( ફાઈલ ફોટો)
  • સાદા મેલેરિયા 45 કેસો, ઝેરી મેલેરિયાના 6 કેસો જ્યારે ઝાડા ઉલ્ટીના 293 કેસો નોંધાયા છે

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે. પરંતુ ઝાડા ઉલટી અને ટાઈફોઇડના કેસો વધી રહ્યા છે. ચિકનગુનિયાના કેસોમાં મહંદ અંશે ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર રીતે ચાલુ ઓક્ટોમ્બર માસમાં છેલ્લા 16 દિવસમાં ડેન્ગ્યુના 312 કેસો અને ચિકનગુનિયાના 123 કેસો નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 293 કેસો નોંધાયા છે.

શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા છે
કોર્પોરેશના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા છે. ચાલુ માસમાં 16 જ દિવસમાં 312 જ કેસો નોંધાયા છે જે જોતા ડેન્ગ્યુના કેસો હાલમાં ઘટ્યા હોય તેવું જણાય છે.1 ઓક્ટોમ્બરથી 16 ઓક્ટોમ્બર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 312, ચિકનગુનિયાના 123, સાદા મેલેરિયા 45 કેસો, ઝેરી મેલેરિયાના 6 કેસો નોંધાયા છે.

ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા
ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા

કમળો અને ટાઈફોઈડ પણ કેસો વધ્યા
જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 86, ઝાડા ઉલ્ટીના 213, કમળાના 67 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના સતત વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. જો કે હવે પાણીજન્ય કેસો શહેરમાં ફરી વધ્યા છે. કમળો અને ટાઈફોઈડ પણ કેસો વધ્યા છે.

પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 86, ઝાડા ઉલ્ટીના 213, કમળાના 67 કેસ નોંધાયા
પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 86, ઝાડા ઉલ્ટીના 213, કમળાના 67 કેસ નોંધાયા

મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત
ચાલુ ઓક્ટોમ્બર માસ દરમ્યાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. જો કે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...