આંદોલન:છૂટા કરાયેલા 400થી વધુ કર્મચારીઓના દેખાવો, ઈ-મેઈલ કરી નોકરીમાંથી દૂર કરવાનો વિરોધ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

એસવીપીમાં 500 દર્દી સામે 3500ના સ્ટાફ જેટલું મોટું ભારણ હોવાને કારણે આખરે હોસ્પિટલ સત્તાવાળાએ કોન્ટ્રાક્ટના વધારાના સ્ટાફને છૂટો કરવાની સૂચના આપતાં 400થી વધારે સ્ટાફને છૂટો કરવાનો નિર્ણય લેવાયો છે. જેમને નોકરીમાંથી છૂટા કરવાનો ઇ-મેઇલ મળ્યો, તેઓ આંદોલન ચલાવી રહ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, એસવીપી હોસ્પિટલમાં યુડીએસ એજન્સીના 2300, ફેબરી સિન્દુરી એજન્સીના 550, સીક્યુ ટેક.ના 350, એપોલો સિન્દુરીના 70 તથા આઇટી માઇન્ડ સ્ક્વેરના 50 જેટલા કર્મચારીઓ હાલ કામ કરે છે. તે ઉપરાંત સિનિયર અને રેસિડન્ટ તબીબોનો સ્ટાફ પણ છે. બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં આજની સ્થિતિએ જોતાં માત્ર 107 દર્દીઓ જ દાખલ છે, તેની સામે 400 જેટલાં દર્દીઓ ઓપીડીમાં આવે છે. આમ 400 દર્દીઓ તો આવીને જતાં રહે છે, માત્ર 107 દર્દીની સારવાર માટે 3500થી વધુના સ્ટાફનું ભારણ એસવીપી પર છે. તેને કારણે તંત્રએ આ સ્ટાફ ઘટાડવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...