તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હંગામો:BU વગરના પાલડીના વર્ષા ફ્લેટને સીલ કરવાની માગણી સાથે દેખાવો, હિંદુ જાગરણ મંચના દેખાવકારોની અટકાયત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિન્દુ જાગરણ મંચે દેખાવ કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી. - Divya Bhaskar
હિન્દુ જાગરણ મંચે દેખાવ કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી.
  • રિડેવલપમેન્ટ પછી મકાનો લઘુમતી સમાજને ફાળવાયાનો આક્ષેપ

પાલડીમાં રિવરફ્રન્ટ પાસે આવેલા વર્ષા ફ્લેટનો વિવાદ ફરી વકર્યો છે. બીયુ પરમિશન નહીં હોવાથી વર્ષા ફ્લેટને સીલ કરવાની માગ સાથે હિંદુ જાગરણ મંચે મંગળવારે દેખાવો યોજતા પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ મેયર બિજલ પટેલના કાર્યકાળમાં બીયુ વગર જ ફ્લેટમાં લોકો રહેવા આવી ગયા હતા, જેનો હિન્દુ જાગરણ મંચ સહિતના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. વર્ષા ફ્લેટમાં અગાઉ હિન્દુઓનાં મકાન હતાં. હિન્દુ જાગરણ મંચે આક્ષેપ કર્યો છે કે, ફ્લેટના રિડેવલપમેન્ટ બાદ તમામ મકાન લઘુમતી સમાજને ફાળવી દેવાયા હતા. સરકારના વિવિધ વિભાગમાં રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા અને આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી મંચે આ મુદ્દે દેખાવો શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...