કોસ્ટગાર્ડના કરતબો:ઇન્ડિયન કોસ્ટગાર્ડનું પોરબંદરના દરિયા કિનારે ડેમોસ્ટ્રેશન, શંકાસ્પદ બોટની તપાસ તથા ડૂબતા વ્યક્તિનું લાઈવ રેસ્ક્યુ

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાતમાં ડિફેન્સ એક્સપો ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં રોજ સાંજે રિવરફ્રન્ટ પર એર શો યોજાય છે જેમાં સેનાના જવાનો અનેક કરતબ કરી રહ્યા છે. ત્યારે પોરબંદરમાં પણ ડિફેન્સ એક્સપોના ભાગ રૂપે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વિવિધ ડેમો કરવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડ કઈ રીતે કામ કરે છે તે બતાવવામાં આવ્યું હતું.

ઇન્ડિયન કોસ્ટગાર્ડના કરતબો
પોરબંદરના દરિયા કિનારે આવેલી જેટી પાસે પણ ડિફેન્સ એક્સપોના ભાગ રૂપે ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની બે બોટમાં લોકો માટે કોસ્ટગાર્ડ યુનિફોર્મ, હથિયાર, હેલિકોપ્ટર અને બોટની પ્રતિકૃતિ રાખવામાં આવી છે જેની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ દ્વારા જે રીતે કામ કરવામાં આવે છે તેનું ડેમોસ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું હતું.

કોસ્ટગાર્ડનું પ્લેન દ્વારા નિરીક્ષણ
અજાણી બોટ ભારતની હદમાં આવે અને શંકાસ્પદ જણાય તો સૌ પ્રથમ કોસ્ટગાર્ડનું પ્લેન દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. તેમ છતાં શંકાસ્પદ લાગે ત્યારે કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ ટીમને જાણ કરવામાં આવે છે જે બે બોટ જઈને શંકાસ્પદ બોટની આસપાસ જઈને ચેતવણી આપે છે. ત્યારબાદ તેમાં તપાસ કરે છે. ક્રૂને ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃતિ જણાઈ આવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

રેસ્ક્યુ ટીમ ડૂબતાને બચાવવા તરત રવાના
અન્ય એક ડેમોસ્ટ્રેશનમાં જ્યારે કોઈ માછીમાર કે કોસ્ટગાર્ડનો જવાન દરિયામાં ડૂબતો હોય તો તે નિશાની આપે ત્યારે પેટ્રોલિંગ દરિયામાં રેસ્ક્યુ ટીમ તે વ્યક્તિનો બચાવ કરવા તરત રવાના થાય છે. ટ્યુબ આપીને વ્યક્તિને સૌ પ્રથમ ડૂબતો બચાવવામાં આવે છે. ત્યારબાદ તેની તપાસ કરીને બોટમાં સલામત જગ્યાએ પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત અનેક નાના ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...