વિરોધ:અમદાવાદ યુનિવર્સિટીમાં બીકોમ, બીબીએની વાર્ષિક 10 લાખની ફી સામે દેખાવો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ યુનિ. ઉઘાડી લૂંટ ચલાવે છે: વાલીઓ

અમદાવાદ યુનિવર્સિટીમાં બીકોમ-બીબીએ કોર્સમાં વાર્ષિક રૂ. 10 લાખની ઊંચી ફી ઉઘરાવાતી હોવાના આક્ષેપ સાથે સ્ટૂડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એસો. ઓફ ઈન્ડિયા (સ્પાઈ)ના આગેવાનોએ દેખાવો કર્યા હતા.

સ્પાઈના હેમેન્દ્ર બાગડી અને જ્યોર્જ ડાયસે જણાવ્યું છે કે, ‘રાજ્યની કેટલીક પ્રાઈવેટ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ અભ્યાસક્રમના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે. અમદાવાદ યુનિવર્સિટીમાં બીકોમ, બીબીએ જેવા કોર્સની વાર્ષિક રૂ. 10 લાખ ફી ઉઘરાવવામાં આવે છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પણ વાર્ષિક રૂ. 20 હજારથી રૂ.40 હજાર સુધીની ફી લેવામાં આવે છે.’ આ અંગે અમદાવાદ યુનિવર્સિટીના સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...