વાલીઓનો વિરોધ / રાજ્યભરમાં સ્કૂલની 3 મહિનાની ફી માફ કરવા માગ ઉઠી, અમદાવાદના નિકોલમાં દેખાવો, 20થી વધુની અટકાયત

X

  • મહેસાણાની અર્બન સ્કૂલે 25 ટકા ફી માફ કરવાનો નિર્ણય કર્યો

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 12:23 PM IST

અમદાવાદ. કોરોના મહામારીના પગલે રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને જેના કારણે રોજગાર-ધંધા ઠપ્પ થયા હતા અને શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી અને અનલોક અમલી કરવામાં આવ્યા પછી પણ રાજ્યમાં શાળાઓ બંધ કરવામાં આવી છે, જેના કારણે સ્કૂલના રોજિંદા ખર્ચ ઘટ્યા છે, જેનો લાભ વિદ્યાર્થીઓને મળવો જોઇએ અને શાળાઓ દ્વારા એક સત્રની ફી માફ કરવામાં આવે તેવી માગણી વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત રાજ્યભરમાં 3 મહિનાની ફી માફ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા અમદાવાદના નિકોલમાં દેખાવો કરવામાં આવી રહ્યાં છે, જેમાં મંડળના પ્રમુખ જયેશ પટેલ સહિત 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ મહેસાણાની અર્બન સ્કૂલે 25 ટકા ફી માફ કરવાનો નિર્ણય કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી