તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રેશ્મા પટેલનો CMને પત્ર, કોરોનાના દર્દીઓ માટે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજનની તાત્કાલિક વ્યવસ્થા કરાવો; નહીંતર આમરણ ઉપવાસ પર બેસીસ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેશ્મા પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
રેશ્મા પટેલની ફાઈલ તસવીર
  • રેશ્મા પટેલે ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટે સારવારની વ્યવસ્થા કરાવા CMને પત્ર લખ્યો.

ગુજરાત સહિત દેશ હાલમાં કોરોનાના અજગર ભરડાની સ્થિતિમાં છે. તેમાં પણ ગુજરાતમાં બેડ, ઓક્સિજન તથા દવાઓ માટે દર્દીના સગાંઓને વલખા મારવા પડી રહ્યા છે. એવામાં આજે ગુજરાત સ્થાપના દિને NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કોરોનાની સારવાર માટેની કેટલીક સુવિધાઓની માગણી કરી છે. સાથે જ રેશ્મા પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણી પર સરકાર કોઈ પગલાં નહીં લે તો તેઓ જૂનાગઢ ખાતે આમરણ ઉપવાસ પર બેસશે.

રેશ્મા પટેલે મુખ્યમંત્રી રૂપાણીને આપી ચીમકી
રેશ્મા પટેલે પોતાના પત્રમાં લખ્યું હતું કે, ભારત માતાની જય સાથે જણાવવાનું કે આજ ગુજરાત સ્થાપના દિવસ છે અને ગૌરવવંતા ગુજરાતમાં માણસોના જીવ ની 'કોડીની કિંમત' કરી દીઘી છે. તો આજના ઐતિહાસિક દિવસે હું "ગુજરાત ની દીકરી" રેશ્મા પટેલ તમને વિનંતી કરું છું કે ગુજરાત ના સિવિલ હોસ્પિટલોના કોરોના વિભાગમાં ખુબ જ વેઈટીંગમાં રહેવું પડે છે અને ગામડાઓની ગરીબ જનતા પોતાનો જીવ મિનિટોમાં ગુમાવે છે ત્યારે "મોદી મોડેલ"ની વાતો આખા હિન્દુસ્તાનમાં આપણે કરી છે આવા વિકસિત ગુજરાતમાં દર્દીઓને કોરોનાની તાત્કાલિક સારવાર માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે.

સંવેદનશીલ મુખ્યમંત્રી 0.25 ટકા વસ્તીને મેડિકલ સુવિધા નથી આપી શક્તા
પત્રમાં વધુમાં કહેવાયું છે કે, Gujarat Government Covid deskbordના એક્ટીવ કેસ ના આંકડા જોતા તો ગુજરાતની 6 કરોડ ની વસ્તી નો 0.25% મોં ભાગ પણ નથી તો પણ તમે સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતમાં મેડિકલ વ્યવસ્થા પુરી નથી કરી શકતા એ આપડા "સંવેદનશીલ મુખ્યમંત્રી"ના નારા ને શરમાવે એવું છે તો હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે ગુજરાત રાજ્ય માટે નીચે જણાવેલ Covid19 માટે ની સુવિધાઓ તાત્કાલિક ધોરણે કરી આપો અને આ માંગણીઓ ને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં નહિ આવે તો હું રેશ્મા પટેલ તારીખ 10/05/2021 થી જૂનાગઢ ખાતે "આમરણ ઉપવાસ" ઉપર બેસીસ અને ઉપવાસ દરમિયાન મને શારીરિક હાનિ અથવા મારુ મૃત્યુ થાય તો જવાબદાર "ગુજરાત સરકાર" અને "ગુજરાતના મુખ્યમંત્રીશ્રી " રહેશે તેની ખાસ નોંધ લેવી.

રેશ્મા પટેલે કરેલી માગણીઓ

  • ગુજરાત ના દરેક સિવિલ હોસ્પિટલ માં વેઇટિંગ "ઝીરો" થાય એ માટે તમામ સગવડ જેમકે ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર, રેમડેસિવિર, જેવી તમામ જરૂરી દવાઓની તાત્કાલીક વ્યવસ્થા કરી આપો.
  • ગુજરાત ના તમામ તાલુકા મથકો ઉપર Covid19 ના જે સેન્ટરો છે ત્યાં પણ વેન્ટિલેટર , ઓક્સિજન બેડ, રેમડેસિવિર, જેવી દરેક દવાઓ સહીતની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં તાત્કાલિક કરી આપો.
  • ગુજરાત ના તમામ ગામડાઓના આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન, બેડ અને દવાઓ સાથેની પ્રાથમિક સુવિધા કરી આપો જેથી કરી ગામડાઓની પ્રજાને શહેરો સુધી પ્રાથમિક તબક્કામાં દોડવું ના પડે અને કોરોના સ્પ્રેડનો ભય પણ ઓછો થાય.
  • મેડિકલ સ્ટોર વાળા જે લોકો પાસેથી ઓક્સિમીટરથી લઇ ઈન્જેકશન, દવાઓ માટેની કાળાબજારી કરી પ્રજાને લૂંટે છે એના માટે કડક પગલાં ભરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો