તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:યુનિવર્સિટીમાં ચૂંટણી, ખાનગીકરણ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં, ઈ-લાયબ્રેરી સહિતના મુદ્દા પર રાજ્યપાલ સાથે માંગણી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી કોલેજની માન્યતા રદ કરવા સહિતના મુદ્દા પર વિદ્યાર્થી દ્વારા રાજ્યપાલને રજૂઆત

રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી, ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકને નામંજૂર, ફી નિયંત્રણ સમિતિ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં, ઇ-લાયબ્રેરી શરૂ કરવી, નવી કોલેજની માન્યતા રદ કરવા સહિતના મુદ્દા પર વિદ્યાર્થી દ્વારા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે.

વિદ્યાર્થી સેનાના પ્રમુખ વિષ્ણુ દેસાઈ અન્ય કાર્યકરો સાથે મળીને રાજ્યપાલની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કેટલાક મુદ્દાઓને લઇને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવે, ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક બહુમતીથી પસાર થયું તેને નામંજૂર કરવામાં આવે, ખાનગી યુનિવર્સિટી પર અંકુશ રાખવો ફી નિયંત્રણ સમિતિ સ્કૂલ પ્રમાણે રચવી જેથી ગરીબ વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મળી રહે.

રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના વિરૂદ્ધ પગલાં ભરવા લોકાયુક્તની નિમણુક કરવામાં આવે, ઘણી યુનિવર્સિટીમાં ઈ લાયબ્રેરી સુવિધા નથી જેના કારણે વિદ્યાર્થીઓએ વાંચવામાં મુશ્કેલી પડી રહી છે જેથી લાયબ્રેરી શરું કરવામાં આવે.ગુજરાત યુનિવર્સિટીના સતાધીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણ ઉલ્લંઘન કરી ગેરકાયદેસર નવી કોલેજોને મંજૂરી આપે છે તે મંજૂરી રદ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...