ઇન્ટરનલ માર્કનો મુદ્દો ફરી વિવાદમાં:સ્કૂલો પાસેની 20 માર્કની સત્તા આંચકી લેવા માગ; વિદ્યાર્થીઓના પરિણામ પર નકારાત્મક અસર થાય છે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ધો.10ના પરિણામ સાથે ફરીએક વાર સ્કૂલ દ્વારા અપાતા ઇન્ટરનલ માર્ક મુદ્દે વિવાદ ઉભો થયો છે. જાહેર થયેલા પરિણામમાં 5,651 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં 80માંથી 80 ગુણ મેળવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર 3,322 વિદ્યાર્થીઓ જ 100માંથી 100 ગુણ મેળવવામાં સફળ રહ્યાં છે, એટલે કે 2,329 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પૂરા ગુણ મેળવ્યા હોવા છતા ઇન્ટરનલ ગુણ યોગ્ય ન મળતા વિદ્યાર્થીઓના પરિણામ પર નકારાત્મક અસર થઇ છે.

રાજ્યના વિવિધ સંગઠનો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ હતી કે, સ્કૂલોને આપવામાં આવેલા 20 આંતરીક ગુણની સત્તા બોર્ડે પરત લઇને પરીક્ષાનું પેપર 100 ગુણનું કરવું જોઇએ. કારણ કે ઘણા શિક્ષકો પોતાને ત્યાં ટ્યુશને આવતા વિદ્યાર્થીઓને સારા ઇન્ટરનલ ગુણ આપે છે.

80માંથી 80 માર્ક મળ્યા પણ ઇન્ટરનલમાં 20થી ઓછા

વિષય80માંથી 80 મળ્યા

20માંથી 20 ન મળ્યા

સોશિયલ સાયન્સ570204
સાયન્સ834329
સ્ટાન્ડર્ડ ગણિત2080645
સંસ્કૃત525142
બેઝિક મેથ્સ1548935

(નોંધ : માર્ક મેળવનારા વિદ્યાર્થીની સંખ્યા)

ઇન્ટરનલના 20 માર્કની આ રીતે ગણતરી થાય છે

  • પ્રથમ કસોટીના ગુણના 5 ટકા ગુણભાર
  • પ્રિલિમનરી પરીક્ષાના 5 ટકા ગુણભાર
  • વર્ષ દરમિયાન વર્ગકાર્ય- ગૃહકાર્ય- પ્રોજેક્ટ કાર્ય 5 ટકા ગુણભાર
  • વર્ષ દરમિયાન હાજરી વર્તન નિયમિતતા, પ્રવૃત્તિ 5 ટકા ગુણભાર
અન્ય સમાચારો પણ છે...