તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત:પંચાયત-પાલિકાની મતદાન અને મતગણતરી સાથે યોજવા માગ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પરેશ ધાનાણીએ પંચને એવી પણ રજૂઆત કરી હતી કે, પોલિંગ એજન્ટ, રિલીવિંગ એજન્ટ થવા માટે લોકપ્રતિનિધિત્વ ધારા 1951 જોગવાઇને અ્નુસરવી જોઇએ. - Divya Bhaskar
પરેશ ધાનાણીએ પંચને એવી પણ રજૂઆત કરી હતી કે, પોલિંગ એજન્ટ, રિલીવિંગ એજન્ટ થવા માટે લોકપ્રતિનિધિત્વ ધારા 1951 જોગવાઇને અ્નુસરવી જોઇએ.
 • કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ચૂંટણીપંચને મળીને રજૂઆત કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ બુધવારે ચૂંટણી પંચના અધ્યક્ષને મળ્યા હતુ. પ્રતિનિધિ મંડળે એવી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી સાથે ગ્રામ પંચાયતથી લઇને મહાનગપાલિકાનું મતદાન અને મતગણતરી એક જ દિવસે યોજાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. અગાઉની ચૂંટણીમાં નામ રદ કરવાથી લઇને જે ભૂલો કરાય હતી, તેવી ભૂલોનું આ વખતે પરિવર્તન નહીં થાય તેની તકેદારી રાખવાની રજૂઆત પંચને કરી હતી.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સાંસદ અમિબેન યાજ્ઞિક,નિશીત વ્યાસ સહિતના નેતાઓએ રજૂઆત કરી હતી કે, સ્થાનિક સંસ્થાઓના સત્તામંડળના અવધિ નવેમ્બર-ડિસેમ્બર 2020 દરમિયાન પુરી થતી હોવાથી ખર્ચ બચે અને વ્યવસ્થાપનમાં પણ એકસૂત્રતા જળવાય એટલે એક જ દિવસે મતદાન અને મતગણતરી યોજવામાં આવે. મતદાર યાદીની પ્રસિદ્ધિ પછી ઉમેદવારીપત્રક ભરવા વચ્ચે એકાદ સપ્તાહનો સમય રાખવાની માગ કરી હતી.

પોલિંગ એજન્ટ પોલીસ ક્લિયરિંગ અયોગ્યઃ ધાનાણી
પરેશ ધાનાણીએ પંચને એવી પણ રજૂઆત કરી હતી કે, પોલિંગ એજન્ટ, રિલીવિંગ એજન્ટ થવા માટે લોકપ્રતિનિધિત્વ ધારા 1951 જોગવાઇને અ્નુસરવી જોઇએ. અગાઉની ચૂંટણીમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ કે બીજા કોઇ પ્રમાણપત્રની માગણી કરતા તેનો અયોગ્ય ઉપયોગ સત્તાધીશ રાજકીય પક્ષ દ્વારા કરાયા હતો, આવી પ્રક્રિયા અયોગ્ય છે અને આ વખતે પણ ન થાય તેની તકેદારી રાખવાની રજૂઆત ધાનાણીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો