રજૂઆત:કલોલ ગાર્ડન સિટી બ્લાસ્ટ કેસની તપાસ CID ક્રાઇમને સોંપવા માગ, RTIમાં બહાર આવેલી માહિતીને આધારે હાઈકોર્ટમાં PIL

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓએનજીસીની ગેસલાઇન પસાર થતી હોય ત્યાં રહેણાક માટે મંજૂરી આપનાર અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ

કલોલમાં આવેલી ગાર્ડનસિટીમાં ઓએનજીસીની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતા 3નાં મોત નીપજ્યાં હતાં. સમગ્ર મામલે બિલ્ડરો અને અધિકારીઓએ ભેગા થઈને આચરેલા ભ્રષ્ટાચારની તમામ માહિતી આરટીઆઈમાં બહાર આવી છે, જેના આધારે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. આ અરજીમાં કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા દાદ માગવામાં આવી છે.

વિરલગિરિ ગોસ્વામી નામના અરજદારે રજૂઆત કરી છે કે, કલોલની ગાર્ડનસિટી સોસાયટીનાં બિલ્ડર રાજેશ અમૃત પટેલે ઓએનજીસીની ગેસલાઇન પસાર થતી હતી તે જગ્યા પર રહેણાંક મકાનોની સ્કીમ બનાવી દીધી હતી. ગેસ કે પાઇપલાઇન પર રહેણાંક મકાનો બનાવવા માનવ જીવન સામે જોખમ હોવા છતાં ઓએનજીસીના અધિકારીઓએ બિલ્ડરને ગેસલાઇન પર રહેણાક સોસાયટી બનાવવા મંજૂરી આપી દીધી હતી. 166 પ્લોટ પર રહેણાક બનાવવા રેવન્યુ વિભાગે ડેવલપમેન્ટ પરમિશન આપી દીધી હતી.

બિલ્ડર અને અધિકારીઓએ ભેગા થઈને આચરેલા ભ્રષ્ટાચારને કારણે ગાર્ડનસિટી સોસાયટી બની ગઇ હતી, પરતું મકાનોની નીચેથી પસાર થતી ગેસલાઇનને કારણે થયેલા બ્લાસ્ટથી 3નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અનેક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેમણે આખી જિંદગીની મૂડી ભેગી કરીને ખરીદેલા ઘર પર જોખમ ઊભું થયું છે. આ સમગ્ર મામલે બિલ્ડર રાજુ પટેલ અને અધિકારીઓ સામેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા દાદ માગી છે.

અન્ય સમાચારો પણ છે...