તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા સંચાલક મંડળની માગ:ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકમ કસોટી,એસાઈમેન્ટ,પ્રોજેક્ટ સહિતની બાબતો ધ્યાનમાં રાખીને પરિણામ આપવા માંગ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માસ પ્રમોશનની જગ્યાએ અન્ય વિકલ્પથી પાસ કરવા માંગ

કોરોનાને કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ ધોરણ 12 અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ધોરણ 12મા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવી જરૂરી છે જ્યારે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની એકમ કસોટી,એસાઈમેન્ટ,પ્રોજેક્ટ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને પરિણામ આપવા માટે રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ કરી છે.

પરિસ્થિતિ સુધરે ત્યારે ઓફલાઈન કે ઓનલાઈન પરીક્ષા લેવી જોઈએ
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં માસ પ્રમોશનની જગ્યાએ અન્ય વિકલ્પથી પરિણામ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવી ફરજિયાત છે. જે પરિસ્થિતિ સુધરતા ઓનલાઈન કે ઓફલાઈન લેવી જોઈએ.

સ્કૂલ પરીક્ષામાં ગેરહાજર રહેનારને નાપાસ કરવા સૂચન
12 સામાન્ય પ્રવાહમાં માસ પ્રમોશન આપવાની રજૂઆત નથી. પરંતુ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન એકમ કસોટી, છેલ્લી પરીક્ષામાં મેળવેલા ગુણના 40 ટકા , 40 ટકા ગુણ એસાઈમેન્ટ અને 20 ટકા વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાનની સતત સર્વગ્રાહી મૂલ્યાંકનને આધારે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થઇ શકે છે. શાળામાં પરીક્ષામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહેનાર અને સારી રીતે અભ્યાસ ના કરનાર વિદ્યાર્થીઓને નાપાસ પણ જાહેર કરવા જોઈએ. કોરોનાના સંક્રમણની સામે પરીક્ષા લેવાની જગ્યાએ આ વિકલ્પથી પરિણામ જાહેર કરી શકાય છે.