નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 1 માં પ્રવેશ માટે 1 જુન સુધી બાળકની ફરજિયાત છ વર્ષની ઉંમર પૂરી થઈ હોવી જરૂરી છે.જોકે આ નિયમના કારણે અનેક બાળકો પહેલાં ધોરણમાં એડમિશનથી વંચિત રહી શકે છે.જેને લઈને શાળા સંચાલક મંડળે સરકાર પાસે 1 જુનની જગ્યાએ 14 જૂન સુધી 6 વર્ષની ઉંમર પૂર્ણ થાય તક એડમિશ માટે ગ્રેસ પિરિયડ આપવાની માંગણી કરી છે.
રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે નવી શિક્ષણનીતિ મુજબ હવે પહેલા ધોરણમાં બાળકને પ્રવેશ આપવો હશે તો 1 જૂન સુધીમાં બાળકની ઉંમર છ વર્ષ પૂરી થતી હોવી જોઈએ. જો બાળકની ઉંમર છ વર્ષ પૂરી ના થતી હોય તો એડમિશન ના આપવું જોઈએ.આ નિર્ણયના કારણે અનેક વાલીઓ પોતાના બાળકને એડમિશન ધોરણ 1માં કરાવી શકશે નહીં.એપ્રિલ મહિનામાં શૈક્ષણિક વર્ષ શરૂ કરવાનું નવા શિક્ષણ નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેનો અમલ આ વર્ષે થઈ શકે તેમ નથી તેથી બંનેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પહેલા ધોરણમાં એડમિશન માટે છ વર્ષની ઉંમર પૂરી થતી હોય તે માટેનો સમયગાળો 1 જૂનથી વધારીને 14 જૂન સુધી રાખવો જોઈએ.
અગાઉ જુના નિયમ મુજબ બાળકની ઉંમર 31 ઓગસ્ટ સુધી 5 વર્ષ પુરી થતી હોય તેમને ધોરણ 1માં એડમિશન આપવામાં આવતું હતું જેમાં 14 સપ્ટેમ્બર સુધી ઉંમર 5 વર્ષ પુરી થતી હોય તેવા ખાસ કિસ્સામાં છૂટછાટ આપવામાં આવતી હતી જેને ગ્રેસ પિરિયડ કહેવામાં આવતો હતો તર જ રીતે હવે 1 જુનની 6 વર્ષ ઉંમર પુરી થવાની મુદત છે જેમાં ગ્રેસ પિરિયડ આપવામાં આવે અને 14 જૂન સુધીની મુદત રાખવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.