તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધોરણ 10 સાથે ઓપન સ્કૂલનું પરિણામ જાહેર કરવા માગ, 3 ઓપન સ્કૂલના વિદ્યાર્થીની હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઇલ તસવીર

ધોરણ-10માં માસ પ્રમોશન મેળવનાર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ એક સાથે જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. તેમા એવી રજૂઆત કરી છે કે પ્રવેશ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે આ પગલું જરૂરી છે.

.ધોરણ-10ની 3 ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે.ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પોલિસી મુજબ તેમની પરીક્ષા લેવાઇ હતી.બોર્ડ દ્વારા યુનિફોર્મ પોલિસીનો ભંગ કરાઇ રહ્યો છે.પરિણામની તારીખ અલગ-અલગ જાહેર કરવાનો નિર્ણય અન્યાયી છે. રેગ્યુલર સ્ટુડન્ટને માસ પ્રમોશનનો નિર્ણય જાહેર કર્યા પછી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા 15મી જુલાઇથી લેવા તારીખો જાહેર થઈ હતી. જેના કારણે બન્ને પ્રકારના વિદ્યાર્થીઓના પરિણામો એક જ દિવસે જાહેર કરવા દાદ માગી છે.

અલગ દિવસે પરિણામ જાહેર કરવાથી માસ પ્રમોશનના વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકાઇ જશે તેમની સાથે અન્યાય ન થાય તે માટે એક સાથે પરિણામ જાહેર કરવા જરૂરી છે. જો અલગ જાહેર કરાશે તો ઓપન સ્કુલના વિદ્યાર્થી પહેલા પ્રવેશ મેળવી લેશે જયારે ધો.10ના વિદ્યાર્થીઓ સારી જગ્યાએ પ્રવેશથી વંચિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...