• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Demand Removal Of BJ's Head Of ENT Department; Submission Of A Junior Doctor As An Investigation Is Underway Into The Harassment Of Medical Students

રજૂઆત:BJના ENT વિભાગના વડાને દૂર કરવા માગણી; તબીબી વિદ્યાર્થીઓને હેરાન કરવા બાબતે તપાસ ચાલતી હોવાથી જુનિયર ડોક્ટરની રજૂઆત

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના ઈએનટી વિભાગના વડા ડો. ઈલા ઉપાધ્યાયની સામે તબીબી વિદ્યાર્થીઓને હેરાન કરવા માટેની ફરિયાદ બાદ ઈન્કવાયરી કમિટી રચવામાં આવી છે. ત્યારે આ ઈન્કવાયરી કમિટી પોતાની તપાસ જારી રાખે તે સમયગાળા દરમિયાન તેમને એચઓડીના પદ પરથી દૂર કરવાની માગણી તબીબી વિદ્યાર્થીઓના સંગઠન જુનિયર ડોક્ટર્સ એસોસિએસન દ્વારા કરવામાં આવી છે.

જુનિયર ડોક્ટર્સ એસોસિએસન તરફથી બી.જે. મેડિકલ કોલેજના ડીનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે,‘ઈએનટી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઈલા ઉપાધ્યાય પર હાલમાં ઈએનટી વિભાગના તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા ફરિયાદ કરાઈ છે. તેના માટે ત્રણ સભ્યોની ઈન્કવાયરી કમિટીની રચના કરવામાં આવી છે.

આ ફરિયાદની પ્રતિક્રિયા રૂપે ડો. ઈલા ઉપાધ્યાય પોતાના પદનો દુરુપયોગ કરીને પરોક્ષ રીતે વિદ્યાર્થીઓને હેરાન કરીને તેમને માનસિક રીતે નિર્બળ કરવાનો પ્રયાસ કરે છે. જેને ધ્યાનમાં રાખીને અમે આપને અપીલ કરીએ છીએ કે આ ઈન્કવાયરીના આ સમયગાળા દરમિયાન તેમને પદ પરથી દૂર કરવામાં આવે’

અન્ય સમાચારો પણ છે...