તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફી મુદ્દે માથાકૂટ:કેજીથી ધોરણ 3 સુધીની ફીમાં સંપૂર્ણ મુક્તિ અને ધો.3થી 12ની એક સત્રની જ ફી ઉઘરાવવા વાલી મંડળની માંગ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ધોરણ 10 અને 12ની પરીક્ષા ફી પણ પરત કરવા માંગણી
  • વાલી મંડળ દ્વારા DEOને પત્ર લખીને ફી મુદ્દે ઓર્ડર નીકાળવા રજૂઆત કરાઈ

શૈક્ષણિક વર્ષ 2021-22 શરૂ થયું છે ત્યારે ફીને લઈને વાલીઓ મુઝવણમાં મુકાયા છે ત્યારે વાલી મંડળ દ્વારા DEOને પત્ર લખીને સ્કૂલની એક સત્રની જ ફી લેવા માટે DEOને ઓર્ડર નીકાળવા રજૂઆત કરી છે. ઉપરાંત ધોરણ 10 અને 12ની પરીક્ષા ના યોજાઈ તે માટે વિદ્યાર્થીઓની 45 કરોડ ફી પરત આપવા માટે શિક્ષણ બોર્ડને પણ રજૂઆત કરી છે.

વાલીઓની સંપૂર્ણ ફી ભરી શકાય તેવી પરિસ્થિતિ નથી
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જિલ્લા શિક્ષણાધિકારીને નવા સત્રની ફી અંગે રજૂઆત કરી છે. હાલ કોરોના મહામારીનો કારણે વાલીઓના નોકરી, ધંધા, રોજગાર પર અસર પડી છે જેમાં કારણે સંપૂર્ણ ફી ભરી શકાય તેવી પરિસ્થિતિ નથી. જુનિયર કેજીથી ધોરણ 3 સુધી ઓનલાઇન અને ફીઝીકલ શિક્ષણ બંધ છે ત્યારે આવા વિદ્યાર્થીઓના વાલીઓને ફી માંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ. 3થી 12 ધોરણના તમામ બોર્ડની સ્કૂલો FRC નક્કી કર્યા બાદ જ એક સત્રની ફી લેવા હકદાર છે જેથી DEO દ્વારા એક સત્રની જ ફી સ્કૂલો લઈ શકે તે માટેનો ઓર્ડર આપવા માંગણી કરી છે.

બોર્ડની પરીક્ષા લેવાઈ નથી તો ફી પરત કરો
ધોરણ 10 અને 12માં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવી હતી.પરીક્ષા જ ના યોજાય તો વિદ્યાર્થીઓ પાસેથી લીધેલ 45 કરોડ જેટલી પરીક્ષા ફી પણ શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને પરત આપે તે માંગણી પણ ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...