ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માસ પ્રમોશનના કારણે તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે. નાપાસ થાય હોય તેવા વિદ્યાર્થીઓને પણ35 ટકા ગ્રેસિંગ સાથે પાસ કરવામાં આવ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમામાં પ્રવેશ આપવામાં આવે તેવી સેલ્ફ ફાયનાન્સ કોલેજ એસોસિએશને માંગણી કરી છે.
50થી વધુ સેલ્ફ ફાયનાન્સ કોલેજ સંચાલક-પ્રિન્સિપાલ ACPDCની ઓફિસે પહોંચ્યા
ડિપ્લોમાં સેલ્ફ ફાયનાન્સ કોલજે એસોસિએશન દ્વારા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસની ઓફિસે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યભરની કોલેજના 50 કરતા વધુ સંચાલકો અને આચાર્ય ACPDCની ઓફિસે આવ્યા હતા અને 35 ટકા માસ પ્રમોશન સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમામાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરી હતી.
ગ્રેસિંગ માર્ક્સ સાથે પાસ થનારને પ્રવેશ ન આપવો એ કોઈ નિયમ નથી
આ અંગે એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, AICT દ્વારા ગ્રેસિંગ માર્ક્સથી પાસ થનારને ડિપ્લોમામાં પ્રવેશ ના અપાય તેવો નિયમ નથી. છતાં ACPDC દ્વારા ગ્રેસિંગ સાથે 35 ટકા માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. રાજ્યમાં એવા 1.71 લાખ વિદ્યાર્થીઓ છે. એક તરફ માસ પ્રમોશનના કારણે વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાને કારણે સ્કૂલોમાં જગ્યા ભરાઈ છે, ત્યારે ડિપ્લોમામાં ડર વર્ષે 50 ટકા જગ્યાઓ ભરાય છે ત્યારે બાકીની જગ્યાઓ ભરાય તે માટે ગ્રેસિંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવો જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.