તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો.6થી 8ના વર્ગો શરૂ કરવા સ્કૂલ સંચાલકોની માગણી

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોરોનાના માત્ર કેસ ઘટ્યા છે, સંચાલકોએ ઉતાવળ કરવી જોઈએ નહીં : વાલીમંડળ

ધો.9થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ સ્કૂલ સંચાલકોની માગ છે કે, ધો.6થી 8ના વર્ગો પણ હવે શરૂ કરાય. તેથી સરકારે આગામી દિવસોમાં ધો.6થી 8 શરૂ કરવાનો નિર્ણય લેવો જોઇએ.

માધ્યમિક અને ઉ.મા.સ્કૂલોની સાથે આગામી સમયમાં પ્રાથમિક વિભાગના ધોરણો શરૂ કરવા સંચાલકોએ માગ કરી છે. કોરોનાના ઘટતા કેસને કારણે આગામી સમયમાં પ્રાથમિક સ્કૂલોના ધો.6થી 8 શરૂ કરવાનો નિર્ણય જાહેર કરી શકે છે. આ મુદ્દે વાલી આગેવાન પ્રકાશ કાપડિયાએ જણાવ્યું કે, પ્રાથમિક સ્કૂલોના વર્ગો શરૂ કરવા માટે સરકારે કોઇ ઉતાવળ ન કરવી જોઇએ. કારણ કે હજુ કેસ પત્યા નથી, ઓછા થયા છે. આ સ્થિતિએ નાના બાળકોને સ્કૂલે આવવા દબાણ ન કરવું જોઇએ. જો ઓનલાઇન ક્લાસથી વાલી-વિદ્યાર્થી સંતુષ્ટ છે.

સ્કૂલોમાં વાલીઓની ઈન્કવાયરી વધી છે
વેદાંત સ્કૂલના સ્કૂલ સંચાલક ભરત સવાણીએ જણાવ્યું હતું કે, ધો.9-11 શરૂ કર્યા બાદ ધો.6થી 8 શરૂ કરવા મુદ્દે વાલીઓની ઇન્કવાયરી વધી છે. તેથી હવે ધીરે ધીરે પ્રાથમિક સ્કૂલોના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો