વાલી મંડળની શિક્ષણ વિભાગને રજૂઆત:RTEમાં પ્રવેશ લેનારાના દસ્તાવેજો ચકાસવા માગ, ખાનગી સ્કૂલો હકીકત છુપાવતી હોવાનો આક્ષેપ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલી મંડળે માગ કરી છે કે આરટીઇમાં એડમિશન મેળવેલા તમામ વાલીના દસ્તાવેજોની ચકાસણી શિક્ષણ વિભાગે કરવી જોઇએ. ખાનગી સ્કૂલો ગેરરીતિ કરનારા વાલીઓ પાસેથી રેગ્યુલર ફી ભરાવીને તેઓની ગેરરીતિ જાહેર કરતા નથી. જ્યારે ગેરરીતિ કરનારા વાલીને કારણે ગરીબ વાલીના બાળકના શિક્ષણ પર અસર થાય છે, માટે જ શિક્ષણ વિભાગે પોતાના અધિકારીઓ પાસે દસ્તાવેજોની ચકાસણી કરવી જોઇએ.

કોરોનાને કારણે વાલીઓની આર્થિક સ્થિતી કથળતા આ વર્ષે સૌથી વધુ બાળકોએ આરટીઇ હેઠળ એડમિશન મેળવવા માટે અરજી કરી છે. પરંતુ તેની સામે આરટીઇની સીટો મર્યાદિત હોવાથી તમામ વાલીઓને લાભ મળી શક્યો નથી.

શિક્ષણ વિભાગે તપાસ કરવી જોઇએ
આરટીઇમાં એડમિશન લેનારા વાલીઓના દસ્તાવેજોની ચકાસણી શિક્ષણ વિભાગ દ્વારા થવી જોઇએ. ઘણી સ્કૂલો ખોટા દસ્તાવેજ દ્વારા એડમિશન લેનારા વાલીને પકડીને તેની પાસેથી સ્કૂલની ફી ભરાવડાવે છે. - પ્રકાશ કાપડિયા, પ્રમુખ – પેરેન્ટ્સ એકતા મંચ

અન્ય સમાચારો પણ છે...