શિક્ષણમંત્રીને રજૂઆત:રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેતૃત્વ હેઠળ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગને બદલીનો લાભ આપવા માંગ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ મંત્રીએ હકારાત્મક અભિગમ પાઠવ્યો હતો - Divya Bhaskar
શિક્ષણ મંત્રીએ હકારાત્મક અભિગમ પાઠવ્યો હતો
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેતૃત્વ હેઠળ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગને બદલીનો લાભ આપવા માંગ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રત્યેક જિલ્લાનું પ્રતિનિધિત્વ ધરાવતા માતૃશક્તિ પ્રતિનિધિ મંડળે ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગને બદલીનો લાભ આપવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સમક્ષ રજૂઆત કરી હતી.

શિક્ષણ સહાયકોની ભરતીની જોગવાઈ છે
ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકો- શિક્ષકો કેન્દ્રીયકૃત ભરતીથી મેરીટના ધોરણે નિમણૂંક પામે છે. કેન્દ્રીયકૃત ભરતીથી નિમણૂંક પામતા શિક્ષણ સહાયક-શિક્ષકો પોતાના જિલ્લાથી 300થી 350 કિ.મી.ના અંતરે નિમણૂંક પામી ફરજ બજાવે છે. સમગ્ર ગુજરાતમાં આવા બાર હજારથી વધુ શિક્ષકો તથા શિક્ષણ સહાયકો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં 1:3ના પ્રમાણમાં જુના શિક્ષક તથા શિક્ષણ સહાયકોની ભરતીની જોગવાઈ છે. આમાં જૂના શિક્ષકની ભરતી ફરીથી કરવાની જગ્યાએ જુના શિક્ષકને બદલી નામ આપી ઓનલાઇન નિયમિત પ્રક્રિયા દ્વારા જૂના શિક્ષકની બદલી કરવામાં આવે તો સરકારના નિયમાનુસાર જ સૌ શિક્ષકોને બદલીનો લાભ મળી શકે તેમ છે.

માતૃશક્તિની સ્થિતિ અત્યંત કફોડી બને છે
આ અંગે વિનિયમ સુધારાય તો પતિ-પત્નીના કિસ્સામાં, અરસપરસ તથા અન્ય પ્રકારની બદલી શક્ય બને. સરકારના મોટાભાગના વિભાગોમાં કેન્દ્રીયકૃત ભરતી થાય છે. ત્યાં બદલીનો લાભ મળે છે.આ અગાઉ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા વિગતવાર રજુઆત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે માતૃશક્તિની સ્થિતિ અત્યંત કફોડી બને છે. માતૃશક્તિ ને બદલીનો લાભ મળે તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રત્યેક જીલ્લાના પ્રતિનિધિ ધરાવતા ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગની માતૃશક્તિના પ્રતિનિધિ મંડળે પડતી તકલીફ જણાવી બદલીનો લાભ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણ મંત્રીએ હકારાત્મક અભિગમ પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...